________________
પ્રાયશ્ચિત્ત | પ૩
તે રાજ્યનો ભાર એવી બહુ ઘર ગરાજની ઉમર ળ
વનરાજનો પુત્ર યોગરાજ ચાવડો બહુ જ નેકદિલ અને નીતિપરાયણ પુરુષ હતો. એ હમેશાં ભગવાનનો ભય રાખતો, અને પોતાને હાથે કે પોતાના નામે કદી ય કોઈનું બૂરું ન થઈ જાય, એની ખબરદારી રાખતો.
વનરાજનું અવસાન થયું ત્યારે યોગરાજની ઉંમર એંશી કરતાં પણ વધુ વરસની હતી ! એવી બહુ ઘરડી ઉંમરે એ ગુજરાતનો રાજા થયો અને રાજ્યનો ભાર વહન કરવા લાગ્યો. આટલી ઉંમરે પણ એનામાં શક્તિ અને સમજણની કશી ખોટ નહોતી આવી; ઉંમરે જાણે એનાં તન કે મન ઉપર કશી માઠી અસર નહોતી કરી. . વનરાજની જેમ યોગરાજના મનને પણ એ વાતનો બહુ ખટકો રહેતો કે ચાવડાઓના રાજ્યને કોઈ ચોરટાઓનું રાજ્ય કહે, એ જાણીને એનો જીવ કળીએ કળીએ કપાઈ જતો, એનું મન દુઃખી દુઃખી થઈ જતું.
એ કલંકને દૂર કરવા માટે એ રાત-દિવસ ખબરદાર રહેતો અને રાજ્યમાં કોઈ ચોરી, લૂંટ, ધાડ ન કરે કે કોઈ કોઈને રંજાડે નહીં એનું ખૂબ
ધ્યાન રાખતો, અને એવા જે ગુનેગાર હોય એમને દંડવાનું પણ કદી ચૂકતો નહીં. એને તો ગમે તેમ કરીને પ્રજામાં પોતાની ધાક બેસાડવી હતી, અને ચાવડાઓના રાજ્યને રામરાજ્યની નામના મેળવી આપવી હતી.
અમલદારોને પણ આ માટે એણે એવો સખત હુકમ કર્યો હતો કે બધા પ્રજાની સાથે હેતથી વર્તે અને કોઈની જરા પણ રંજાડ ન કરે.
એવી જ રીતે એણે પોતાના કુટુંબીઓને અને ત્રણે દીકરાઓને પણ ખૂબ તાકીદ કરેલી કે કોઈની પાસેથી અણહકની એક પાઈ પણ ન લેવી, કે કોઈને જરા પણ હેરાનગતિ ન કરવી, એટલું જ નહીં બને તેટલું સૌનું ભલું કરવા હમેશાં પ્રયત્ન કરવો.
એટલે એ તો હમેશાં એ વાતની જ ચિંતા કર્યા કરતો કે ચાવડાઓના રાજ્યનું લોકમાં જરા ય ઘસાતું બોલાય એ કામ કોઈથી યે ન થઈ જાય.
એ તો રાત-દિવસ ભગવાનને એક જ પ્રાર્થના કર્યા કરતો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org