________________
બે માષા સુવર્ણ – ૨૩૯ રેતી સરી જાય એમ એના અંતરપટ ઉપરથી વાસના સરી જવા લાગી હતી. વરસી ગયેલ મેઘની જેમ એનું હ્રદય શુભ્ર થતું જતું હતું. અને વધતી જતી એ શુભતાના બળે પળવારમાં કપિલકુમારે પોતાના મન સાથે આખરી નિર્ણય કરી લીધો.
પણ આ બધા વિચારમંથનમાં તેને રાજાજીને જવાબ આપવાનો ખ્યાલ ન રહ્યો.
46
શરમ કે સંકોચ જે કોઈ વસ્તુ
“ વિપ્રવર ! શું વિચાર કરો છો ? એમાં રાખવાની જરૂ૨ નથી. ધન, સત્તા, લક્ષ્મી, સૌંદર્ય મેળવવાની આપને ઇચ્છા હોય તે સુખેથી માગી લ્યો ! આપની ઇચ્છા આજે જરૂર પૂરી થશે. મારું આપને વચન છે. એ વચન કદી મિથ્યા નહીં થાય ! ” રાજાજી ઉદારતાથી બોલ્યા. એમને આ બ્રાહ્મણ ૫૨ લાગણી થઈ હતી.
કપિલની વિચારનિદ્રા તૂટી. તે બોલ્યો “રાજન્ આવ્યો હતો તો બે માષા જેટલા સુવર્ણની આશાએ, પણ વિચાર કરતાં આપનું આખું રાજ્ય મળે તોય મારી એ આશા શાંત થાય એમ મને નથી લાગતું. તો પછી એ અશાંત આશામાં સંતપ્ત થતા મારા આત્માને જ કાં ન ઉગારી લઉં ? રાજન્ ! આપનું ધન, આપની સત્તા, આપનું સુખ આપને મુબારક હો ! મારે મન હવે એ બધાંનું મૂલ્ય ઘટી ગયું છે. મને મારું આત્મધન સમજાઈ ગયું છે. મારી દીનતાનો નાશ એ જ મારી અમર સંપત્તિ થશે. એ આત્મલક્ષ્મીની સાધના આજથી મારો ધર્મ બનશે.”
અને એ જ સુભગ પળે, સૌ વાસના અને તૃષ્ણા ઉપર વિજય મેળવી કપિલકુમાર આત્મલક્ષ્મીની શોધ માટે ચાલી નીકળ્યા. રાજાનું હૃદય એ પતિતપાવન અકિંચન વિપ્રને વંદી રહ્યું. રે તું સાચો વિપ્ર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org