________________
૨૨
હિસાબ કોડીનો ! બક્ષિસ લાખની !
ધનકે સબ કુછ ફંદે બંદે ! ધનસે પિંડ છુડ઼ાઓ; ધનકો અપને બસમેં રાખો, નહીં તો ફિર પછતાઓ.
ભાઈ ! દુનિયાકો ન સતાવો,
પ્યારે ! અપનેકો ન મિટાવો.
શહેરની ધમાલથી દૂર, શાંત એકાંત ધરતીમાં, એક સાંઈબાબા સરખે સાદે ઉપરની કડીઓ ગાતાં ગાતાં ચાલ્યા જતા હતા. સૂરજ ઊગીને પાસેના નાના સરખા ઝરણામાં પોતાનું મુખ જોવા આગળ વધતો હતો. જેવો રળિયામણો સમય અને જેવું મનમોહક સ્થાન એવી જ મીઠીમધુરી સાંઈબાબાની વાણી ! જાણે બધું વીસરીને, બધી જળોજથા ભૂલીને, એ સ્થળ, કાળ અને વાણીમાં લીન બની જઈએ !
ઝરણાની એક બાજુએ એક નાનું સરખું ઉઘાન હતું. અને એ ઉદ્યાનમાં નાનો સરખો, રમકડા જેવો રઢિયાળો એક બંગલો હતો જાણે અમરાપુરીના ઉદ્યાનમાં આવેલું કોઈ દેવભવન !
પણ એ મનમોહક બંગલામાં આજે કંઈક બેચેની પેસી ગઈ હતી ! વાત તો કંઈ બહુ ભારે હતી નહિ, પણ મૂળ વાત કરતાં વાતના વધુ પડતા વિચારે જાણે રાઈમાંથી પર્વત સર્જી દીધો હતો !
બંગલામાં બૂઢાં, બચ્ચાં, જુવાન સહુ કોઈના પ્રીતિપાત્ર બનેલ લખમણે આજે બંગલામાં ચોરી કરવાનું પાપ કર્યું હતું ! ચાર-પાંચ વર્ષથી હોંશે હોંશે સહુનું કામ કરીને અને પોતાના પગાર સિવાય ધનને ઢેકું માનીને લખમણે બધાંયનો વિશ્વાસ મેળવ્યો હતો. પણ આજે, કોણ જાણે કયા કમભાગ્યે, એ વિશ્વાસમાં પૂળો મુકાઈ ગયો ! રોજ સહુની સાથે હસીખેલીને કામ કરતો લખમણ આજે જાણે મોઢું સંતાડતો હતો ! પચીસ-સત્તાવીસ વર્ષનો જુવાનજોધ નર આજે પવન વગરની ધમણના જેવો ઢીલોઢફ બની ગયો હતો !
Jain Education International
બંગલાના માલિક મુકુંદ શેઠ ભારે હોંશિયાર અને ચોખ્ખા વ્યવહારવાળા માણસ લેખાતા. કોઈનું વણહક્કનું લેવું નહીં અને કોઈને
For Private & Personal Use Only
www.jainelibrary.org