SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાની ખાણ ૩૯ યોગી શરમિંદો બનીને મોં ફેરવી ગયો. શ્રેષ્ઠી વિશાખદત્ત એ નવા પુરુષના ચરણોને વંદી રહ્યો ને બોલ્યો : “ પરોપકારી પુરુષ, આપ ? " ધન નામના એ પુરુષે એટલું જ કહ્યું : “ મહાનુભાવ ! હું એક શ્રમણ છું. મારા હાથે એક મહાદોષ થયો; અને એ માટે મને મારા ગુરુદેવે પારાચિંતક ” નામનું મહાપ્રાયશ્ચિત્ત આપ્યું, એ પ્રાયશ્ચિત્તને પૂરું કરવા હું મથી રહ્યો છું. “ મારા હાથે થયેલ એ મહાદોષના પ્રાયશ્ચિત્તનો એક અંશ આજે પૂરો થયો; એટલે અંશે હું કૃતકૃત્ય થયો. આ કૃત્યથી જેમ તમારું કલ્યાણ થયું તેમ મારું પણ કલ્યાણ થયું. “ મહાનુભાવ, તમે હીરાની ખાણને શોધાવી રહ્યા છો, પણ હું તમને તમારા શાશ્વત હીરાની ખાણ બતાવવા આવ્યો છું. એ હૃદયમાં છે. બહારના હીરા તો તમારું દુઃખ વધારશે. હૃદયમાં જે ધર્મરૂપી, કરુણારૂપી, મૈત્રીરૂપી હીરાની ખાણ છે, એને ખોદો અને હીરા મેળવો ! ” વિશાખદત્ત એ પુરુષનાં ચરણોમાં મૂકી રહ્યો.” * કોઈ રાજાને પ્રતિબોધવા જેવા મહાન કાર્યથી પાર પડે એવું પ્રાયશ્ચિત્ત. * કથારત્નકોશને આધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy