SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વનો આનંદ [૪૧ માગ્યા મેહ વરસ્યા ! રાજા દશાર્ણભદ્ર વિચારે છે : “ જીવનના આ મહાધન્ય અવસરે હું શું કરું ? સ્વામી તો ત્રિલોકના નાથ છે. એમનું સ્વાગત હું શી રીતે કરું ?” રાજાના અંતરમાં ભક્તિનાં પૂર ઊમટ્યાં. એ પૂર ખાળ્યાં ખાળી શકાય એમ ન હતાં. એમણે રાજમંત્રીને અને રાજકર્મચારીઓને સત્વર બોલાવ્યા. એમને થયું : “ આવા પરમ આનંદના અવસરે આખી નગરી આનંદમાં તરબોળ બને તો કેવું સારું ! ' અને એમણે નિશ્ચય કર્યો, : 'મારા રાજ્યની સર્વ પ્રજા અને શોભા સાથે હું આવતી કાલે પ્રાતઃકાળે ભગવાનને વંદના કરવા જઈશ.' રાજાજીએ મંત્રીઓને સૂચના આપીઃ “ મંત્રીરાજ, જોજો, પ્રભુના સ્વાગતમાં કશી વાતની ઊણપ, કશી વાતની ખામી કે કશી વાતની ખોડ ન રહે. આજે આવ્યો છે એવો અવસર વારેવારે આવતો નથી. આજ તો આપણી જાતને અને આપણી સર્વ સંપત્તિને ધન્ય બનાવવાની ઘડી મહાપુણ્ય આવી મળી છે ! " પળવાર રાજા લાગણીના વેગમાં ચૂપ રહ્યા. પછી એમણે પોતાની વાત આગળ ચલાવી, “ આપણા રાજ્યની અને પ્રજાની સર્વ શોભા ત્યાં હાજર થાય અને આપણે એ મહાપ્રભુનું એવું સ્વાગત કરીએ કે એના મધુર સ્મરણોમાં આપણાં અંતર ચિરકાળ સુધી આનંદ અનુભવ્યા કરે. ભારે આનંદનો આ અવસર છે ! આનંદ આનંદ પ્રસરી રહે એટલે આપણે કૃતાર્થ થયા. " સૂયસ્તિ થયો અને આડી માત્ર રાત જ રહી. પણ અંતરની ઉત્સુકતા અને આનંદની હેલીમાં એ રાત જાણે અમાપ બની ગઈ ! આનંદમગ્ન રાજાજીનું અંતર તો માત્ર એક જ ચિંતવન કરી રહ્યું હતું : “ કયારે પ્રાતઃકાળ થાય અને ક્યારે સર્વ શોભા સાથે હું પ્રભુના ચરણોમાં ઉપસ્થિત થાઉં ? ' રાત પણ વીતી ગઈ. પ્રભુદર્શને જવાનો સમય થઈ ગયો. રાજ્યની તમામ સામગ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy