________________
ભાવનાનાં મૂલ
વિક્રમના તેરમા સૈકાનો એ સમય. કેટલાંક વર્ષની અરાજકતા અને અવ્યવસ્થા પછી ગુજરાતનું રાજ્ય ફરી શક્તિશાળી બનતું જતું હતું.
૧૭
ગુજરાતના પાટનગર અણહિલવાડના રાજસિંહાસનના પાયા ડગમગવા લાગ્યા હતા; અને ગૂર્જરભૂમિનું કેન્દ્ર ધોળકામાં જામવા લાગ્યું હતું.
ચૌલુક્ય વંશની જ એક શાખા વાઘેલા; એ શાખાના રાજા લવણપ્રસાદ અને તેનો પુત્ર વીરધવલ ભારે પરાક્રમી અને ભારે નિષ્ઠાવાન રાજપુરુષો હતા. ગુજરાતની રાજસત્તાને સબળ અને સુવ્યવસ્થિત કરવા માટે પિતાપુત્રની આ જોડે તનતોડ પ્રયત્નો આદર્યા
હતા.
તે કાળે સૂર્ય અને ચંદ્રની જોડ જેવા બે તેજસ્વી ભાઈઓ થઈ ગયા. એમની જાત તો હતી વૈશ્યની, પણ શૂરાતનમાં ભલભલા સમરવી૨ને હંફાવે એવા; અને બુદ્ધિમાં પણ એવા જ વિચક્ષણ. મોટા ભાઈનું નામ વસ્તુપાળ, નાનાનું નામ તેજપાળ.
બંને રાજા વીરધવલના મંત્રીઓ
—
જાણે એના બે બાહુઓ જોઈ
લ્યો.
બંને ભાઈ જેવા કર્મમાં શૂરવીર એવા જ ધર્મમાં પણ શૂરા. રાજ્યસેવા એમનું જીવન હતી, તો ધર્મસેવા એમનો પ્રાણ હતી. અન્યાય, અધર્મ અને અત્યાચારને તો એ કદી સાંખે જ નહીં; જીવના જોખમે પણ એનો સામનો કરે; અને ન્યાય, નીતિ ને ધર્મની વાત આગળ હંમેશાં પોતાનું માથું નમાવે.
Jain Education International
પોતાનો ધર્મ એમને મન જીવનસર્વસ્વ હતું; અને બધા ય ધર્મોનો આદર કરવો એ એમનું જીવનવ્રત હતું.
સંપત્તિ તો જાણે એમના આંગણે દાસી બનીને આવી હતી જ્યારે જેટલી જોઈએ એટલી ખડે પગે હાજર જ હોય. એ સંપત્તિથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
=