________________
૨૧૪ Dરાગ અને વિરાગ
માલેતુજાર પૂંજીપતિઓ માટે જાણે વસંતનો રસથાળ લઈને આવ્યું હતું, તો ભલા-ભોળા સામાન્ય જનસમૂહને માટે સંહારનું તાંડવ, નવા નવા કાયદાઓની ઈજાળ અને જાતજાતની યાતનાઓના ભડકા લઈને અવતર્યું હતું ! એકને આંગણે જાણે ધવળમંગળ મંડાયાં હતાં, તો એકને ઘેર જીવલેણ કાગારોળ મચી ગઈ હતી ! પણ એ ધવળમંગળનો જન્મ એ કાગારોળના પેટાળમાંથી જ થતો હતો, એ બિહામણું સત્યય કોઈથી સમજાતું ન હતું – કોઈ સ્વીકારવા તૈયાર ન હતું !
વાહ રે સમય ! આનું નામ જ “રૂહ એક, તકદીરે દો !” – એક જ ધરતીના વસનારા, છતાં બંનેનાં તકદીર સાવ જુદાં જુદાં !
મુકુંદરાયને માટે તો જાણે ધનની મોસમ લણી લેવાનો અપૂર્વ અવસર આવી લાગ્યો હતો. એમનો વેપાર ધમધોકાર ચાલવા માંડ્યો હતો. એવાઓને તો જાણે આ મહાયુદ્ધથી ચિંતામણિ સાંપડી ગયો હતો. લોઢામાંથી સોનું બનતાં વાર ન લાગતી ! અરે, રાખ પણ જાણે લાખને જન્માવનારી બની ગઈ હતી ! ધૂળ અને ધન વચ્ચે જાણે કોઈ ભેદ રહ્યો ન હતો ! એમને તો જ્યાં નાખે ત્યાંથી પાસા પોબાર પડવા માંડ્યા હતા ! ધનના ઢગ કે સંપત્તિની સરિતા જાણે આવા પૂંજીપતિઓને બારણે આવી ખડાં થયાં હતાં !
પણ આ નાણું આવી આવીને એટલું બધું આવ્યું, કે એ ચોપડામાં સમાવું પણ મુશ્કેલ બની ગયું ! જૂનો નિયમ તો એવો હતો કે ચોપડે ન લખીએ તો ધન ચોરાઈ જાય કે ખોવાઈ જાય ! ચોપડો એ તો ધનની સાચી તિજોરી. પણ હવે નવો નિયમ એવો કરવો પડ્યો, કે ચોપડે લખ્યું ધન હરાઈ જાય ! એટલે ધન અને ચોપડાની જુગજુગજૂની ભાઈબંધી પણ આ મહાયુદ્ધમાં છૂટી પડી ગઈ !
ઊભરાતું ધન એક ચોપડામાં ન સમાયું એટલે મુકુંદરાયે ઘણા ચોપડા વસાવ્યા ! એનાથીય કામ ન ચાલ્યું તો વગર ચોપડે તિજોરીઓમાં ધનના થર જામવા લાગ્યા. ને છેલ્લે છેલ્લે તો મુકુંદરાય, પોતાના હજારો વર્ષ પહેલાંનો પૂર્વજોનો, મુખે હિસાબ રાખવાનો વારસો જાણે સજીવન કરવા લાગ્યા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org