________________
૫૮ ] રાગ અને વિરાગ
- એમને નિરંતર એક જ વિચાર સતાવ્યા કરે છે : કુળ ઉપર મહાકલંક લગાડનાર આવા મોટા દોષના નિવારણ માટે કોઈકે પણ મહાપ્રાયશ્ચિત્ત કરવું જ ઘટે; નહીં તો આ દોષ તો સત્તર જનમ સુધી પણ પીછો નહીં છોડે !
અને મારા દીકરા તો મારું અંગ જ ગણાય. એટલે આનું પ્રાયશ્ચિત્ત અમારામાંથી જ કોઈકે કરવું ઘટે. પણ દીકરાઓને આ વાત કેમ કરી સમજાય ? અને એમને એ સમજાવે પણ કોણ ? એને વગર સમયે તો પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર પણ કેવી રીતે આવે ?
એટલે મારા પુત્રો આ મહાદોષનું પ્રાયશ્ચિત્ત કરે એ વાત ન બનવા જોગ છે. તો પછી છેવટે હું તો છું જ ને ? હું જ આ મહાદોષનું મહાપ્રાયશ્ચિત્ત કરીશ. અને એમણે પોતાના મન સાથે પાકો નિશ્ચય કરી લીધો.
એમણે રાજ્યના શસ્ત્રભંડારમાંથી પોતાનું ધનુષ મંગાવ્યું, અને પછી પોતાના દીકરાઓને બોલાવ્યા.
વૃદ્ધ યોગરાજે પોતાના જુવાનજોધ દીકરાઓને બોલાવીને ગંભીરપણે કહ્યું : “ તમારામાંથી જેની શક્તિ હોય તે આ ધનુષ્યની પણછ ચડાવે !"
ત્રણે દીકરાઓ વારાફરતી મધ્યા, પણ જ્યારે કોઈ પણ એ ધનુષ્યની પણછ ન ચડાવી શક્યો ત્યારે યોગરાજજીએ પોતે રમતવાતમાં ધનુષ્યની પણછ ચડાવી દીધી !
દીકરાઓ પિતાની સામે જોઈ રહ્યા. પિતાની ઘડપણની અશક્તિનો દીકરાઓનો ભ્રમ ભાંગી ગયો.
ત્રણે અવાક્ બનીને ઊભા રહ્યા, શરમાઈ ગયા
છેવટે વૃદ્ધ પિતાએ સ્વસ્થ અને મક્કમ અવાજે કહ્યું : “ દીકરાઓ, તમારો દોષ એ છેવટે તો મારો પોતાનો જ દોષ ગણાય, એટલે એ દોષ માટે મરણપર્યંત અન્નજળનો ત્યાગ કરવાનો અને કાષ્ઠભક્ષણ કરવાનો મેં સંકલ્પ કર્યો છે ! તમારે હાથે થયેલ મહાદોષનું નિવારણ કરવાના પ્રાયશ્ચિત્તનો એક માત્ર આ જ માર્ગ છે. તમને હું બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org