________________
અપૂર્વનો આનંદ [૪૩ પછી તો આનંદનું સ્થાન ગર્વે લઈ લીધું અને રાજાજી ચિંતવી રહ્યા : “ ભલા, પોતાના આરાધ્યદેવનું આવું સ્વાગત વિશ્વમાં કોઈએ કયારે ય કર્યું હશે ખરું ? ના, ના ! ખરેખર, મારું આ સ્વાગત અસાધારણ છે, અપૂર્વ છે, અદ્વિતીય છે, અજોડ છે.'
પળભર તો રાજાજીને ગર્વસમાધિ લાગી ગઈ. પછી પાછા એ વિચારવા લાગ્યા, “ કેવું અપૂર્વ સ્વાગત ! આવું તો ન ભૂતો ન ભવિષ્યતિ, આ સ્વાગત અને આ ભક્તિ આગળ તો દેવો ય શી વિસાતમાં ! ખરેખર મારું આ સ્વાગત તો વિશ્વમાં અપૂર્વ તરીકે અમર બની જશે અને દેવરાજ ઈદ્ર કે ચક્રવર્તીના મોમાં પણ આંગળી નખાવી દેશે !'
ધીમે ધીમે આનંદના સ્થાને ગર્વનો કેફ રાજાજીના અંતરમાં વ્યાપી ગયો. રાજાજીની ભક્તિ જાણે વિભક્તિમાં પરિણમવા લાગી; પણ રાજાજીને એનું ભાન અત્યારે ક્યાંથી હોય ?
અને એ રીતે રાજા દશાર્ણભદ્ર પ્રભુ મહાવીરના ચરણોમાં આવી પહોંચ્યા. પ્રભુને વંદન કરીને પર્ષદામાં બેઠા. હું
પ્રભુનાં સાક્ષાત્ દર્શનનો આનંદ કંઈ ઓછો ન હતો, પણ એ આનંદના ચંદ્રને જાણે અત્યારે ગર્વનો રાહુ ગ્રસી રહ્યો હતો ! રાજાના અંતરમાં બજી રહેલી આનંદની મધુર બંસી ઉપ ગર્વના ધડાકાઓ પોતાનું વર્ચસ્વ જમાવી બેઠા હતા અને એ બંસીના સૂરોને ભરખી જતા
હતા.
રાજા પોતાના સ્વાગતની અપૂર્વતાના ગર્વિષ્ઠ ખ્યાલમાં મગ્ન બનીને બેઠો હતો, અને તળાવે જઈને માનવી તરસ્યો પાછો આવે એમ પ્રભુદર્શન પછી ધર્મસુધાનું પાન કર્યા વગર પાછા આવવું પડે એવી સ્થિતિ સર્જાતી આવતી હતી.
કોઈ એ સ્થિતિને નિવારે ? કોણ એ સ્થિતિને નિવારે ?
દેવોના રાજા ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા. એમને વિચાર આવ્યો : “ ભલા, આજે કંદન કથીર બનવામાં કાં આનંદ અનુભવે ? સોના જેવો રાજા દર્શાણભદ્ર આજે પોતાની જાતને માટીમાં કાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org