________________
સાચું સંભારણું [ ૮૭ અને એવાં કાર્યો કરાવનારને અમર બનાવી દે છે. ”
મહારાજ કુમારપાળ ગુરુની ધર્મવાણીને હૈયાના હેમચોળમાં પ્રસન્નતાથી ઝીલી રહ્યા.
રાજવીએ ભાવભીના સ્વરે કહ્યું : “ ગુરુદેવ, જેવો આપનો આદેશ. પણ પ્રજાના ચોપડા ચોખ્ખા થઈ જાય. એટલી સંપત્તિ વહેંચવાની તો રાજ્યના ખજાનાની શક્તિ નથી, પણ ભગવાન શંકર તો ગૂર્જર રાજકુટુંબના કુળદેવતા છે. એટલે ગૂર્જરપતિની સત્તા અને સંપત્તિ સોમનાથ પાટણના શિવમંદિરના નવનિમણથી ચરિતાર્થ થશે. આ ધર્મકાર્ય સર્વાંગસુંદર અને સર્વાંગસંપૂર્ણ બને તથા એમાં લેશ પણ ખામી રહેવા ન પામે, એની ચિંતા એ આજથી મારું વ્રત બની રહેશે. ગુરુદેવ, મારા કાર્યમાં હું સફળ થાઉં એવા મને આશીર્વાદ આપો."
રાજવીની ધર્મભાવના જોઈ હેમચંદ્રાચાર્ય આહ્વાદ અનુભવી રહ્યા.
સોમનાથ ! લાખો માનવીઓના ઈષ્ટદેવ.
એ તીર્થની યાત્રાનો મહિમા તો દેશની ચોદિશામાં વિસ્તરેલો હતો. દૂર દૂરના ભાવિકો પશ્ચિમ ભારતના શાંત-એકાંત સ્થાનમાં, સાગરકિનારે આવેલ આ તીર્થધામની યાત્રાએ આવતાં અને ભગવાન શંકરના પૂજન-અર્ચન અને જયનાદથી પોતાના ધન અને જીવનને કૃતાર્થ કરતાં.
મહારાજા સિદ્ધરાજ જયસિંહની માતા-રાજમાતા મીનળદેવીએ - એ તીર્થની યાત્રાએ જતાં યાત્રિકો પાસેથી લેવામાં આવતો રાજકર દૂર કરાવ્યો હતો, અને એમ કરીને, પોતાની ભક્તિને ઉજમાળ કરી હતી તથા એ પવિત્ર યાત્રાનાં દ્વાર ગરીબો માટે પણ ખુલ્લા કરાવી દીધાં હતાં !
કલિકાલસર્વત્ર હેમચંદ્રસૂરિએ એ તીર્થના જીર્ણ બની ગયેલ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું ભવ્ય અને મનોહર મંદિર રચવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org