________________
૮૬ રાગ અને વિરાગ
રાજ્યગુરુનું ગૌરવભર્યું પદ શોભાવી રહ્યા હતા, એટલે મહારાજ સિદ્ધરાજની જેમ મહારાજા કુમારપાળ પણ એમના ચરણે બેસવામાં શાંતિ અને આનંદ અનુભવતા હતા.
એક દિવસ મહારાજા કુમારપાળને પોતાનું નામ કેવા કામથી અમર થઈ શકે એ વિચાર આવ્યો અને એમણે હેમચંદ્રાચાર્યને એનો ઉપાય દર્શાવવા વિનંતી કરી.
હેમાચાર્ય તો ભગવાન તીર્થંકરના ધર્મના આદર્શ વારસદાર હતા. સમતા, સહિષ્ણુતા અને બધા ધર્મો પ્રત્યે આદરની ઉદાર ભાવના એમના રોમરોમમાં ભરી હતી. ન કોઈ ધર્મની નિંદા, ન કોઈ પંથની કૂથલી; જ્યાંથી ગુણ અને સત્ય મળે એનો સ્વીકાર કરવાની અનેકાંતદૃષ્ટિની વિશાળ ભાવના એમના રોમરોમમાં વહેતી હતી. ભગવાન તીર્થંકરના વિશ્વના બધા ય જીવો સાથે મૈત્રીભાવ કેળવવાના આદેશના તેઓ સાચા પાલક, પ્રચારક અને રક્ષક હતા.
"
અમર નામના કરવાનો માર્ગ સમજાવતા તેઓએ મહારાજા કુમારપાળને કહ્યું ઃ કાં તો પ્રજાના કલ્યાણનું કોઈ અપૂર્વ કામ યા તો ધર્મના ઉદ્યોતનું કોઈ વિશિષ્ટ કાર્ય આ બે માર્ગે જ, માનવી પોતાની નામના મૂકતો જઈ શકે છે.
પૂછ્યું.
""
99
એવું કામ મારાથી શું કરી શકાય ? કુમારપાળે જિજ્ઞાસાથી
66
રાજન્ ! કાં તો તમારા સામ્રાજ્યનો ખજાનો ખુલ્લો મૂકીને, પરદુઃખભંજન રાજા વીર વિક્રમાદિત્યની જેમ, તમારી તમામ પ્રજાનું દેવું-લેણું ચૂકતે કરાવીને બધાના ચોપડા ચોખ્ખા કરાવી નાખો, તો તેથી તમારી નામના અમર બની શકે. અથવા તો, સોમનાથ મહાદેવના તીર્થનું લાકડાનું મંદિર, દરિયાના પાણીના મારથી, જીર્ણ થઈ ગયું છે, તેનો ઉદ્ધાર કરાવીને એના સ્થાને પાષાણનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવો, તો પ્રજામાં અમર બની શકો. લોકકલ્યાણનાં કે ધર્મરક્ષાનાં આવાં સત્કાર્યો જ પ્રજાના અંતરમાં સદાયને માટે અંકિત થઈ જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org