SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ બે માષા સુવર્ણ ૨૩૫ હતી. એ ચિનગારીઓ દિવસે દિવસે ઉગ્ર બનતી જતી હતી. અને હવે તો એ ચિનગારીઓમાંથી અંતરમાં કામવાસનાની જ્વાળાઓ ઊઠવા લાગી હતી. એ જ્વાળાઓમાં એનું સર્વસ્વ ભસ્મીભૂત થતું હતું. એની વિદ્યા-ઉપાસના એમાં નામશેષ થતી જતી હતી. અનુભવી ગુરુજીને કપિલકુમારની આ દુરવસ્થા સમજતાં વાર ન લાગી. તેમને કપિલની પ્રથમ મુલાકાત વખતે પોતાના અંતરમાં ઊઠેલ મૂંઝવણ યાદ આવી. તેમને થયું તે જ દિવસે એને જતો કર્યો હોત તો કેવું સારું થાત ! નહોત વાંસ અને ન વાગત વાંસળી ! તેમનું દિલ પસ્તાવાનો પોકાર કરી રહ્યું હતું. પણ હવે વાત વણસી ચૂકી હતી; પાણીએ પાળને તોડી પાડી હતી ! ગુરુજીની નિરાશાનો પાર ન હતો. છતાં તેમણે કપિલને સમજાવી જોવાનો પ્રયત્ન કરવાનું ઉચિત માન્યું. એક દિવસ આથમતી સંધ્યાએ તેમણે કપિલને બોલાવીને સ્નેહભર્યા અવાજે કહ્યું. 66 “ કપિલ, વત્સ ! તારા જ્ઞાનામૃતને મનોવિકારનાં વિષબિંદુઓ વિષમય ન બનાવે તે માટે સાવધાન થા ! બેટા, તારી અખંડ સરસ્વતી-ઉપાસનાને મંદ ન થવા દે ! તારા પાંડિત્યને દુરાચારનું કલંક ન લાગે તે માટે જાગતો રહે ! પ્રારંભ વખતનો મારો ઉપદેશ યાદ કર ! વત્સ ! સાવધ થા ! તારા આત્મધનની સંભાળ લે ! તારા જ્ઞાનધનની રક્ષા કર ! તારા ગુરુની અને તારા કુળની આબરૂનો વિચાર કર ! પળભરનો વિષયસ્વાદ તારા સમસ્ત જીવનને ભરખી ન જાય તે માટે વત્સ ! સમજ ! સમજ ! તારી પ્રમાદનિદ્રાનો ત્યાગ કર !” પણ કપિલકુમારના આત્મા ઉપર સુષુપ્તિનો કુંભકર્ણ ચડી બેઠો હતો. એને જગાડવો મુશ્કેલ હતું. તેના અંતરમાં વાસનાનું તાંડવ ગાજી રહ્યું હતું. એ તાંડવે ગુરુજીનો અવાજ કપિલના અંતર સુધી પહોંચવા ન દીધો. તેના જ્ઞાનને જાણે ચારિત્ર સાથે હવે લેશ પણ સંબંધ નહોતો રહ્યો. એને મન તો વાસનામોહ જ જીવનસર્વસ્વ બની બેઠો હતો. ગુરુજીની શિખામણ પથ્થર ઉપર પાણી જેવી નીવડી. પાણીનો વહેલો પ્રવાહ પાળને તોડી નાખે તેમ કપિલની અદમ્ય લાગણીઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy