SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ ધનપાલ [ ૧૭૫ હાજર થયા. પંડિતસભા એકત્ર થઈ. કવિએ કથાનું વાચન શરૂ કર્યું. ઉત્સુકતાપૂર્વક એનું શ્રવણ કરવા લાગ્યા. જેમ જેમ કથા વંચાતી ગઈ, તેમ તેમ સાંભળનારા મુગ્ધ થતા ગયા; અને રાજા ભોજ તો આનંદસાગરમાં એવા લીન બની ગયા કે ન પૂછો વાત ! આ જાણે કથા શું હતી, અંતર ઉપર કામણ કરનાર કોઈ જાદુશક્તિ હતી ! કથાનો રસ વાતાવરણને રસમય બનાવી રહ્યો. કથા પૂરી થઈ અને સૌએ “ધન્ય ધન્ય !”નાદોથી કવિ ધનપાલને વધાવી લીધા : “ સાચો કવિ ! સાચો મહાકવિ !” રાજા ભોજે મહાકવિની મુક્તકંઠે પ્રશંસા કરી. પણ પછી, કોણ જાણે કેમ, એ કંઈક વિચારમાં પડી ગયા. રાજાનું મન જાણે વિચારતું હતું કે આવી જ કથા મારા ઈષ્ટદેવ મહાદેવને અનુલક્ષીને રચાઈ હોય તો કેવું સારું ! એમાં મહાકાલ તીર્થનો, ધારાનગરીનો અને મારો સંબંધ જોડવામાં આવે તો ? તો તો સાચે જ સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય અને અમે સહુ અમર બની જઈએ; અમારી કીર્તિ યુગ યુગ સુધી ગવાતી રહે, અને જ્યારે વાંચો કે સાંભળો ત્યારે નિત્ય નવી લાગે એવી રમણીય એ કથા બને ! મહાકવિ રાજા સામે ગંભીર ભાવે રહે છે. એમના મનની ભીતરમાં પ્રવેશવા મંથન કરે છે, પણ વિચારનો કોઈ દોર લાગતો નથી. રાજા વળી વિચાર કરે છે : આમાં અશક્ય પણ શું છે ? કથાનું આખું ક્લેવર ભલે એનું એ જ રહે, માત્ર થોડાંક નામોનું પરિવર્તન કરે એટલે બસ ! અને મહાકવિ ધનપાલ પણ ક્યાં પરાયા છે ? એ તો મારા બાલસખા છે. શું મારી આટલી વાત એ નહીં માને ? પણ આવી વાત મોઢેથી કેમ ઉચ્ચારાય ? પોતે રાજા ઊઠીને આવી ભીખ માગે ? અને રાજા વધુ ગંભીર બની ગયા. આનંદનો અવસર ધીમેધીમે જાણે વિમાસણનો અવસર બનવા લાગ્યો. કવિ ધનપાલથી આ ગંભીરતા સહન ન થઈ. એમણે પૂછ્યું : “મહારાજ, આટલા બધા ઊંડા વિચારમાં શું ઊતરી ગયા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy