________________
ઇતિહાસની થોડીક પ્રસાદીu૨૪૩ (યાકિની મહાત્તરાના ધર્મપુત્ર) તરીકે ઓળખાવમાં ગૌરવ અને કૃતજ્ઞતા માન્યાં.
આજે પણ જ્યાં જ્યાં હરિભદ્રસૂરિજીનું નામ મળે છે ત્યાં ત્યાં, બીજાં વિશેષણો હોય કે ન હોય, પણ ઉપરનું વિશેષણ તો, મોટે ભાગે, અવશ્ય મળે છે. કારણ કે
न हि कृतमुपकारं साधवो विस्मरन्ति । (કરેલા ઉપકારને સાધુઓ ભૂલતા નથી.)
૩. મહાકવિની શક્તિ બારમા સૈકાની આ વાત છે. તે વખતે ગુજરાતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય તપતું હતું. નવા નવા દેશોના વિજયથી ગુજરાતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધતી જતી હતી, સાથે સાથે ગુજરાતનાં કળા-કૌશલ્ય માટે પણ આ કાળ ચડતીનો હતો.
મહારાજા સિદ્ધરાજ જયસિંહ જેવા યુદ્ધવીર અને શૂરા હતા, તેવા જ કળાપ્રેમી પણ હતા. કળાકારોને અને વિદ્વાનોને તેમની રાજસભામાં સારું ઉત્તેજન મળતું. આવા વિદ્વાનોને સન્માનવા અને ઉત્તેજવા માટે તેમણે એક વિદ્વત્સભા કાયમ કરી હતી.
શ્રીપાળ નામના એક કવિ આ વખતે તેમના દરબારમાં હતા. તે જાતે પોરવાડ વૈશ્ય હતા. કોઈક કારણસર તેમનાં નેત્રો ચાલ્યાં ગયાં હતાં, એટલે તે પ્રજ્ઞાચક્ષુ બની ગયા હતા. પોતે કવિ હોવા ઉપરાંત મહારાજા સિદ્ધરાજના બાળ-મિત્ર પણ હતા, તેથી જ ઇતિહાસ-ગ્રંથોમાં તેમનો ‘સિદ્ધરાજના બાલસખા” તરીકે ઉલ્લેખ મળે છે. અને આ વિદ્ધતસભાના મોવડી પણ તેઓ જ હતા.
વિદ્વત્તાનો કે કવિત્વનો કોઈ કપરો પ્રસંગે ઉપસ્થિત થતાં મહારાજા એમની સામે જ જોતા. એક વખત એવો જ કંઈક પ્રસંગ ઉપસ્થિત થયો, અને જ્યારે કોઈએ હામ ન ભીડી અને પોતાનું મોવડીપદ લાંછિત થવાનો વખત લાગ્યો, ત્યારે શ્રીપાળે પોતાની અજબ
શક્તિનું પ્રદર્શન કરીને પોતાની કીર્તિ ઉપર કળશ ચઢાવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org