SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઘેરાગ અને વિરાગ ૨. ઋણ-સ્વીકાર ૧૪૪૪ ગ્રંથો રચ્યાની જેમની ખ્યાતિ છે, તે મહાધુરંધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી જન્મે બ્રાહ્મણ હતા. તેઓ ચિત્રકૂટમાં રહેતા હતા, અને ધંધે રાજપુરોહિત હતા. તેમના પાંડિત્યનો કોઈ પાર ન હતો ! ચાર વેદો, તમામ ઉપનિષદો, અઢારે પુરાણ અને બધી વિદ્યાઓમાં તે પારંગત હતા. બ્રાહ્મણ ધર્મશાસ્ત્રોનું કોઈ પણ અંગ એમનાથી અજાણ્યું ન હતું. વાદ કરવામાં કોઈ તેમની તોલે ન આવી શકતું; સૌ કોઈ એમની અપાર વિદ્યા-શક્તિનો સ્વીકાર કરતા. અનેક વિદ્યાર્થીઓ તેમની પાસે અધ્યયન કરતા. તે વખતના વિદ્વાનોમાં તેમનું સ્થાન પ્રથમ ગણાતું. જૈનધર્મનો પણ આ ઉત્કર્ષભર્યો સમય હતો. ઠેર ઠેર ધર્મપ્રચારકો પોતાનો ઉપદેશ આપતાં વિચરતા હતા. આ વખતે, કોઈ અકળ સંયોગે, હિરભદ્રને યાયિકની નામનાં એક જૈન મહાત્તરા (મોટાં ગુરુણી) સાથે પ્રસંગ પડ્યો. એ સાધ્વીજીના મુખેથી બોલાયેલ એક ગાથા એમના સાંભળવામાં આવી. પણ એ અટપટી ગાથાનો અર્થ એમને સમજાયો નહીં, તેથી એમના જ્ઞાનીપણાના ગર્વને જાણે ઠેસ વાગી ! પણ એમની સત્ય માટેની જિજ્ઞાસા એવી ઉત્કટ હતી, કે તેઓ એ ગાથાનો પાઠ કરનાર જૈન સાધ્વીજી યાકિની પાસે પહોંચી ગયા. વિવેકી સાધ્વીજીએ, પોતાનું જાણપણું છતું ક૨વાને બદલે, એમને એ માટે પોતાના ગુરુની પાસે મોકલ્યા. હરિભદ્ર સાચા વિદ્વાન હતા. વિદ્વત્તાના મિથ્યા અભિમાને તેમના અંતઃકરણને આવરી નહોતું લીધું. એ ગુરુની પાસે તેમને પોતાની ભૂલ અને સાચી વસ્તુ સમજતાં વાર ન લાગી ! અને યાકિની મહત્તરાએ ઉપદેશેલ બોધ તેમના હૃદયમાં તરત ઊતરી ગયો. તેમણે, જૈનધર્મની દીક્ષાનો સ્વીકાર કરી, પંચ મહાવ્રત અંગીકાર કર્યાં અને તેઓ આત્મમાર્ગનું શોધન કરવા લાગ્યા. પોતાને લાધેલા આત્મદર્શનના માર્ગનું મોટું શ્રેય યાકિની મહત્તરાને ઘટતું હતું તે વાત તેઓ જાણતા હતા. અને તેથી એ ૠણનો સ્વીકાર કરવા માટે તેમણે પોતાની જાતને યાનિીમહત્તરાધર્મસૂનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy