SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વનો આનંદ ] ૪૫ ત્યાગીને આત્માનો ઉદ્ધાર કરવાનો હોય એવા પ્રભુના જ નામ પર મેં મારા આત્માને મલિન બનાવ્યો !' રાજાજીનું મન વધુ અંતર્મુખ બન્યું. ધીમે ધીમે એમાં આત્મભાવ અને આનંદની સરવાણીઓ વહેવા લાગી. એમણે પોતાની જાતને જ જાણે પ્રશ્ન કર્યો : “ મેં મારા સ્વાગતને અપૂર્વ કહ્યું, અજોડ માન્યું, અદ્વિતીય લેખ્યું ! હું કેવો મૂર્ખ ! ભલા, ક્યા જ્ઞાનના બળે મેં એ ગર્વ ધારણ કર્યો કે આવું સ્વાગત તો ન ભૂતો ન ભવિષ્યતિ ? ક્યાં મારી અલ્પશક્તિ અને કયાં મારી નિર્બળ કલ્પનાઓ ! ખરે જ, હું પ્રભુચરણ પામ્યા છતાં આખી ભીંત ભૂલ્યો ! અને ધીમે ધીમે રાજાજીના અંતરમાંથી ગર્વનું બધું ય વિષ દૂર થઈ ગયું. પછી તો રાજાજીએ વિચાર્યું : “આજે મેં અપૂર્વ કાર્ય કર્યાનો ગર્વ કર્યો. એ ગર્વ તો ભલે નાશ પામ્યો, પણ હવે કંઈક એવું અપૂર્વ કાર્ય કરવું જ રહ્યું. જે કાર્ય ઈંદ્ર જેવો ઈદ્ર પણ ન આદરી શકે; એમ થાય તો જ મારું આ જીવન અને પ્રભુદર્શન કૃતાર્થ થાય.' અને રાજા દશાર્ણભદ્ર સદાને માટે ભગવાનનાં ચરણમાં પોતાનું સ્થાન સ્વીકારી લીધું. એમના અંતરમાં આનંદ આનંદ વ્યાપી ગયો. + દેવરાજ ઇન્દ્ર અને સમસ્ત પર્ષદા રાજા દશાર્વભવના આ અપૂર્વ કાર્યને પ્રશંસી રહ્યાં. અભિનંદી રહ્યાં, અભિનંદી રહ્યાં. અપૂર્વ કાર્ય ! કોઈ દેવને પણ અશક્ય ! ખરેખર અપૂર્વ ! ઈદ્રની અપાર ઋદ્ધિ જોઈ રાજા દશાર્ણભદ્રનો અપૂર્વનો ગર્વ ગળી ગયો અને દશાર્ણભદ્રનો ત્યાગ જોઈને ઈદ્રદેવ અચરજ અનુભવી રહ્યા. કોઈ કવિએ એ પ્રસંગની પ્રશસ્તિ ગાઈ કે – દેશ દશારણનો ધણી, રાય દશાર્ણભદ્ર અભિમાની રે ! ઈદ્રની ઋદ્ધિ દેખી બુઝિયો, સંસાર તજી થયો 'જ્ઞાની રે ! - મદ આઠ મહામુનિ વારીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy