SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ એક તેજસ્વી યુવાન ! મૂછનો દોરો તો હજુ ફૂટું ફૂટું થઈ રહ્યો છે; ઉંમર તો હજી માંડ સોળ-સત્તર વર્ષની; પણ જોયો હોય તો જાણે વીર જોદ્ધો જ લાગે; એવી કસાયેલી કાયા ! કલ્યાણગામી દાંપત્ય એ ચાલે તો ધરતી ધ્રૂજે અને બોલે તો વિધાતાના વજ્રલેખ આલેખાય ! એનો રૂપાળો ચહેરો જાણે ગંભીરતાનું મંદિર. વગર જોઈતું એ બોલે નહીં, નકામી દોડાદોડ કરે નહીં; અને કામ પડ્યું કે વગર બોલાવ્યે હાજર જ હોય ! લીધું કામ પૂરું કરે ત્યાં જ એને શાંતિ વળે ! મા-બાપે વિનય પણ એવો શીખવેલો કે કદી કોઈનું બહુમાન કરવાનું ચૂકે નહીં; પણ કોઈ અજુગતી વાત કરે તો એ જરા ય સાંખી ન લે; તરત જ સાચો જવાબ રોકડો પરખાવે ત્યારે જ એને નિરાંત વળે ! અને છાતીકઢો હિંમતબાજ પણ એવો કે કોઈનાથી ય ગાંજ્યો ન જાય ! ભલભલા જુવાનિયા ય જ્યાં પાછા હઠી જાય ત્યાં આ જુવાનિયો હોંશે હોંશે દોડી જાય! જેમ કામ વધુ કઠણ એમ એનું હીર વધારે પ્રગટી નીકળે. — ગામને પણ આ યુવાન તરફ બહુ હેત. એના મિત્રો પણ અનેક; પણ કોઈ લબાડ કે માયકાંગલાનું એમાં સ્થાન જ નહીં. બધા ય બળિયા અને કામગરા; પાછો હઠે એવાનું તો ત્યાં કામ જ નહીં. Jain Education International હજી થોડા દિવસની જ વાત છે ઃ યૌવનના બારણે પગ મૂકતા આ યુવાનનું સગપણ હમણાં જ થયું હતું; અને આખી નાતમાં એની સાકર વહેંચવામાં આવી હતી; અને આખા ગામે એના ગોળધાણા ખાધા હતા. બધે આનંદ આનંદ થઈ રહ્યો હતો. અને આ જુવાનના મોઢા પર પણ આનંદની અને શરમની રેખાઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy