________________
કલ્યાણગામી દાંપત્ય [ ૧૩૩ એક દિવસ બંને ભાઈઓ હડાળા ગામે નિરાંતે વાતો કરતા હતા, એમાં એમને વિચાર આવ્યો કે, બધી સંપત્તિ સાથે લઈને તો નીકળ્યા છીએ, પણ સોરઠ દેશમાં તો ખૂબ ઊડાઊડ ચાલે છે, અને ત્યાં ભલભલા ય લૂંટારાનો ભોગ થઈ ને લૂંટાઈ જાય છે. આપણને પણ આવું નહીં થાય એની શી ખાતરી ? એટલે આગળથી ચેત્યા સારા. સંપત્તિનો ઓછામાં ઓછો ત્રીજો ભાગ ક્યાંક ધરતીમાં ભંડારી રાખ્યો હોય તો કપરા વખતમાં કામ લાગે.
- પછી એમણે પોતાની મિલકતનો હિસાબ કર્યો તો ત્રણેક લાખ જેટલી લાગી. બંને ભાઈઓએ નક્કી કર્યું કે આમાંથી એક લાખ અહીં જંગલમાં, કોઈ તરત કળી શકાય એવી નિશાનીવાળી જગ્યામાં, ભંડારી
દેવા.
રાતનો વખત થયો. એક લાખ જેટલું ધન લઈને બંને ભાઈ ગામથી દૂર ગયા; અને એક વિશાળ વડલો જોઈને, એની એંધાણીએ, એની નજીકમાં ધન દાટવા માટે ખાડો ખોદવા લાગ્યા.
પણ હજી માંડ થોડુંક ખોવું હશે, ત્યાં ધરતીમાંથી સોનામહોરથી ભરેલો ચર નીકળી આવ્યો. બંને ભાઈઓને થયું, આપણી લક્ષ્મી ભૂમિમાં ભંડારાવા તૈયાર નથી; ઊલટું આ તો વધારે ધન મળી આવ્યું !
- બંને પડાવે પાછા આવીને વિચારવા લાગ્યા : આ તો વગર મહેનતનું ધન મળી આવ્યું. આનો તો કંઈક સારો ઉપયોગ ન કરવો ઘટે.
આ માટે અનુપમાદેવીની સલાહ માગવામાં આવી. એણે તરત જ કહ્યું : “વડીલ, ધનને ધરતીમાં ભંડારીને, લોભિયાની જેમ, અધોગતિનો માર્ગ ઉઘાડો કરવો, એના બદલે એનો વ્યય ઊંચે ગિરિવરો ઉપર કરીને ઊર્ધ્વગતિનો માર્ગ મોકળો કરવો ઘટે ! માટે શત્રુંજય અને * ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરો !” - અનુપમાને ધનનો લોભ જરા ય ન સતાવી શક્યો. એને મન તો ધન એ જાણે માટીના ઢેફા જેવું હતું. એનો તો આપણે હાથથી જેટલો સદુપયોગ કરી લીધો એટલો જ સારો. ધન પડ્યું રહેશે, અને સારી-નરસી કરણી જ સાથે આવશે.
Jain Edwojon International
For Private & Personal Use Only
www.jainelibrary.org