________________
૨૧૦ રાગ અને વિરાગ
સમજાવતા
પૂછતા હતા.
66
· અરે, પણ કાયદો તો, આપણે સામે ચાલીને એને આપણે ઘેર નોતરીએ ત્યારે જ આવે ને ! એ કંઈ પોતાની મેળે થોડો આવી પહોંચે. છે ?” વીણાબાઈએ પ્રતિવાદ કર્યો.
“ એક વખત કાયદો ઘડાયો, પછી એના આવવા કે નહીં આવવાનો સવાલ જ નથી રહેતો. એ તો ઘરઘરમાં અને ખૂણા-ખૂણામાં પોતાની મેળે જ વ્યાપી જાય છે. પછી એને નોતરવાનો ન હોય; એનો તો અમલ જ કરવાનો રહે. અમલ વગરનો કાયદો એ તો જીવ વગરનું ખોળિયું સમજવું.”
-
64
પણ આવી નમાલી વાતમાં આવા સારા અને ભલા માણસને જેલભેગો કરવો એ આપણને શોભે ખરું ? કોણ જાણે કેવીય મૂંઝવણમાં એના હાથે આવી ભૂલ થઈ ગઈ હશે ! પૈસા આપણા ગયા, ખમી આપણે લઈએ; એમાં કાયદાના બાપનું શું જાય ? આપણે જ ચૂપ રહીએ તો પછી કાયદાના અમલની જરૂર પણ કેવી ?” વીણાના ગળે શેઠની વાત ઊતરતી ન હતી.
44
એવી તમારી બૈરાશાહી વેવલી વાતોથી દુનિયા ન ચાલી શકે ! કાયદો અને વ્યવસ્થાનું બરાબર પાલન થાય તો જ આ દુનિયા ટકી શકે. લખમણે ગુનો કર્યો તો એની સજા પણ એણે ભોગવવી રહી. કર્યું તેવું ભોગવે, એમાં બીજા શું કરે ?” મુકુંદરાય પક્ષકાર મટી ધીમે ધીમે ન્યાયાધીશ બનતા જતા હતા.
હતાશ બનેલ શેઠાણીએ છેલ્લી યુક્તિ અજમાવતાં કહ્યું : પણ એ માણસે આપણી કેટલી સેવા ઉઠાવી છે એનો તો કંઈક વિચાર કરો ! આપણો પડ્યો બોલ ઝીલવા એ હંમેશાં ખડે પગે રહ્યો છે, અને પોતાનાં ઊંઘ કે આરામનો પણ એણે કદી વિચાર કર્યો નથી. આપણાં બાળકોને તો જાણે એણે મોટા ભાઈના હેતથી રમાડ્યાં-હસાવ્યાં છે. આ બધાનું કશું મૂલ જ નહીં કે આવા એક નામના ગુનાને માટે આપણે એને ખેદાનમેદાન કરવા બેઠાં છીએ ! જરા તો વિચાર કરો ! માણસાઈનોય કોઈ કાયદો ખરો કે નહીં ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org