________________
૮ ] રાગ અને વિરાગ
જ પામી ગયા : આ તો સાધ્વી રાજીમતીનો સ્વર !
પણ આજે તો એમની વાસનાનો આતશ શત મુખે ઝગી ઊઠ્યો હતો, એ શાંત થવાની ના ભણતો હતો. એણે ધીટ બનીને માગણી કરી ઃ
રાજીમતી, આજ જેવો આપણો મેળ મુશ્કેલ છે. ભાગ્યે જ્યારે આવા એકાંતમાં ભેગાં જ કરી દીધાં છે, તો સંસારનાં સુખો ભોગવી ને જન્મને કૃતાર્થ કાં ન કરવો ? છેવટે તો આ તપ,ત્યાગ અને સંયમ છે જ ને ? યૌવનને ફોગટ શા માટે ગુમાવવું !'
66
રાજીમતીએ શાંત સ્વરે કહ્યું : “ મુનિવર, જોજો, ધ્યાનથી ચૂકી જતા ! ધ્યાન અખંડ હશે તો જ તમારો નિસ્તાર થશે.
પણ રથનેમિને તો આ બધું પથ્થર ઉપર પાણી હતું.
66
રાજીમતીએ આગળ ચલાવ્યું : મુનિવર, જે વાસનાને એકવાર અંતરમાંથી વી કાઢી એ વાસનાની વાંછા કરશો, તો આત્મા વમન કરેલાનું ભક્ષણ કરતા શ્વાન સમો બની જવાનો ! ક્યાં તમારી ઉત્કટ સાધના અને ક્યાં તમારી આ ભૂંડી વાસના ! જરા જાગો, મુનિવર, જાગો !”
રથનેમિ સાંભળી રહ્યા.
રાજીમતીએ આગળ ચલાવ્યું
:
દિયરજી, પેલા અગંધના કુળના નાગને જાણો છો ? • જે મરી જાય છતાં વમેલું વિષ પાછું કદી ન ખેંચે ! શું એ નાગ કરતાં પણ હલકા ગણાવું છે ? તમારું કુળ તો વિચારો ! તમારી પ્રતિજ્ઞા તો સંભારો ! "
રથનેમિનું ચિત્ત કંઈક સ્થિર થતું લાગ્યું.
રાજીમતીએ છેલ્લા બોલ સંભળાવ્યા “ મુનિવર, જરા આ ગુફાની બહાર તો જુઓ. આ મોટાં મોટાં વૃક્ષો પવનનાં પ્રેર્યાં કેવાં ડોલી અને ડગમગી રહ્યાં છે ! એક વાર ચિત્ત વાસનાથી ડોલવા લાગ્યું, પછી તો મારા જેવી અનેક રમણીઓ તમારા ચિત્તવૃક્ષને એવું ડોલાવતી રહેશે કે તમારો આત્મા સદા સંતપ્ત રહેશે. સંતપ્ત આત્માને લઈને તમે ક્યાં ક્યાં ઝળશો ? માટે
Jain Education International
..
-
For Private & Personal Use Only
www.jainelibrary.org