________________
૯૦Dરાગ અને વિરાગ ત્યારે ખબર પડશે કે જિનના ધર્મના ઉપાસક આ આચાર્ય એ અવસર ઉપર સોમનાથ જાય છે કે નહીં ? એમને સોમનાથ પધારવાનું આમંત્રણ આપવાનું આપણા મહારાજ ન ચૂકે એનું આપણે બરાબર ધ્યાન રાખીશું. "
જાણે હેમચંદ્રાચાર્યની ભાવનાની સચ્ચાઈની પરીક્ષા માટે નાનો સરખો દાવ ગોઠવાઈ ગયો !
મંદિરનું કામ શરૂ થયાને બે વર્ષ વીતી ગયાં હતાં. અને મંદિરનું કામ હવે પૂરું થયું હતું.
સોમનાથ પાટણના બિલોરી કાચ સમા સાગરકિનારે ભગવાન સોમનાથનું સોહામણું મંદિર તૈયાર થઈ ગયું – જાણે એ ગૂર્જરપતિ કુમારપાળની ધર્મભાવનાની કીર્તિગાથા સંભળાવી રહ્યું.
અણહિલપુર પાટણમાં મંદિરનું કામ પૂરું થયાના શુભ સમાચાર પહોંચી ગયા. કુમારપાળદેવના રોમરોમમાં જાણે આનંદ ઊભરાઈ ગયો. રાજવી નમ્ર બનીને પોતાના ઈષ્ટદેવને અને ગુરુને મનોમન પ્રણમી રહ્યા.
ગૂર્જરપતિએ હેમાચાર્યજી પાસે જઈને પોતાનો હર્ષ પ્રગટ કરતાં કહ્યું : “ ગુરુદેવ, આપની આજ્ઞા અને મારી ભાવના બન્ને સફળ થયાં. સોમનાથના મંદિરના ઉદ્ધારનું કામ પૂરું થયું. સાથે સાથે માંસ-મદિરાના ત્યાગની મારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ. મહારાજ, એ પ્રતિજ્ઞામાંથી મુક્ત થવાની મને અનુમતિ આપો !"
ધર્મગુરુ મનમાં વિચારી રહ્યા : એક વખત જે પાપનો ત્યાગ કરાવ્યો, એ પાપમાં પડવાની અનુમતિ કેમ કરી આપી શકાય ? અને એવી અનુમતિ આપવામાં રાજવીનું પોતાનું ભલું પણ શું થવાનું ? દોષ તજ્યો એ જ્યો ! એમાં ફરી પડવાપણું કેવું ?
પણ આચાર્ય બહુ વિચક્ષણ, માનવસ્વભાવના પારખું અને સમયના જાણકાર હતા. અત્યારે વધારે વાત ન કરતાં એમણે કુમારપાળદેવને એટલું જ કહ્યું : “ મહારાજા, જો તમે કરાવેલ આ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થનાર ભગવાન શંકરનાં દર્શન કરવાની તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org