SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પરાગ અને વિરાગ મુકુંદરાય તો માત્ર એક નમૂનો હતા – એમના જેવા તો કેટલાય માનવીઓની ત્યારે હાક વાગતી હતી. જાણે “સમરથ કો નહીં દોસ ગુંસાઈ. નો યુગ મંડાઈ ગયો હતો. અને પરમેશ્વરનું સ્થાન પૈસાને મળી ગયું હોંય તેમ, પૈસો જ સર્વ શક્તિમાન ગણાવા લાગ્યો હતો. ઋષિ-મુનિઓ ને અવતારી પુરુષોએ ભલે માયાની પેટ ભરીને નિંદા કરી હોય, પણ અત્યારે તો એ માયાનું જ સામ્રાજ્ય ચારેકોર ફેલાયું હોય એમ લાગતું હતું અને એમાં ત્યાગીઓ અને સંસારીઓના કે સેવાવ્રતધારીઓ અને સત્તાધારીઓના બધા ભેદ ભૂંસાઈ ગયા હતા ! એ માયામાં પાવરધા બનેલ મુકુંદરાયને ગમે તે કામને પાર પાડવામાં કોઈ પણ દોષ સ્પર્શતો ન હતો. કમળપત્રને જળ સ્પર્શે તો મુકુંદરાયને દોષ સ્પર્શે, એમ મનાવા લાગ્યું હતું ! એક વાર સરકારના એક કાયદાએ એમની સામે રાતી આંખ કરી - એમના માથે મોટી દાણચોરી કર્યાનું તહોમત આવ્યું – તો મુકુંદરાયે પોતાની માયાના જોરે પળવારમાં એ રાતી આંખનું ઝેર ઉતારી લીધું ! વળી, કોઈ વાર સરકારનો ખેરખાં કોઈ અમલદાર સતનું પૂંછડું બનીને પોતાનું મોઢું ઉઘાડવા પ્રયત્ન કરતો, તો પળવારમાં મુકુંદરાયની માયાનો ડૂચો એનું મોઢું બંધ કરી દેતો ! લાંચ-રુશવતનાં જૂનાં પુરાણાં અળખામણાં નામ અદૃશ્ય થયાં હતાં અને બક્ષિસો અને પાઘડીઓના શોભાભર્યા નામે એની બોલબાલા થવા માંડી હતી ! અને એ બક્ષિસો અને પાઘડીઓના જોરે મુકુંદરાય કેવાં કેવાં અદ્ભુત પરાક્રમ કરતા હતા અને ધાર્યા પંખી પાડતા હતા – એ પરચાઓનું તો શું શું વર્ણન થઈ શકે ! વાત એટલી જ કે સતયુગમાં જેમ રાજા રાવણને ત્યાં પવન, પાણી ને અગ્નિ દાસ બનીને રહેતા, તેમ આ કલિયુગમાં કાયદો અને વ્યવસ્થા મુકુંદરાય જેવા કેટલાય માનવીઓની અનુકૂળતા જાળવવામાં જ પોતાની સલામતી માનતાં થયાં હતાં. બલિહારી હતી આ યુગની ! અને નાતજાતના વહેવારમાં તો મુકુંદરાયના નામે જાણે ફૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy