________________
૨૫૦Dરાગ અને વિરાગ મેળવેલા મુલકને જ અમે ભોગવીએ છીએ.”
એક વાણિયો આવો જવાબ આપે એ શંખથી સહન ન થયું. તે સાચે જ ખંભાત ઉપર ચડી ગયો, પણ વાણિયાના ઘા એને ભારે પડી ગયા ! ‘હવેલી લેતાં ગુજરાત ખોઈ ની જેમ બિચારા શંખને પણ પોતાનું ગાંઠનું ખાઈને પાછું હઠવું પડ્યું.
વસ્તુપાલની રાજનિષ્ઠા, પ્રામાણિકતાની કસોટીમાં પાર ઊતરી અને તેની વીરતા ઉપર જાણે સુવર્ણકળશ ચઢ્યો !
૮. મહાકવિની સમયસૂચકતા નવાંગીવૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્યવર્ય શ્રી અભયદેવસૂરિના આગમવિવેચનના કાર્યમાં સહાયક થનાર નિવૃત્તિકુલના આચાર્ય શ્રી દ્રોણાચાર્ય એક સમર્થ વિદ્વાન હતા. તેમણે “પિંડનિયુક્તિ ' નામક ગ્રંથની રચના કરી છે. તેમને સુરાચાર્ય નામના એક શિષ્ય હતા. ગુરુએ પોતાની વિદ્વત્તાનો વારસો પોતાના આ શિષ્યને આપવામાં ખામી નહોતી રાખી ! પોતાનો શિષ્ય પોતાના કરતાં સવાયો થાય તેવી રીતે સુરાચાર્યને તેમણે વિદ્વત્તાનું અમૃતપાન કરાવ્યું હતું. પરિણામે સુરાચાર્ય પણ પોતાના ગુરુના જેવા જ પ્રખર વિદ્વાન થયા હતા.
એક વખત રાજા ભોજે એક સમસ્યા રાજા ભીમદેવની રાજસભા ઉપર મોકલી. રાજા ભોજને પોતાની વિદ્વતસભા માટે ખૂબ અભિમાન અને ગૌરવ હતું. તે ધારતો હતો કે ગુજરાતના પંડિતો પોતે મોકલેલ સમસ્યા નહીં ઉકેલી શકે અને પરિણામે પાંડિત્યમાં માળવા ગુજરાતને મહાત કરશે. પણ પરિણામ કંઈક જુદું જ આવ્યું. રાજા ભોજની ધારણા ખોટી પડી અને દૂત સમસ્યાનો સાચો ઉકેલ લઈને પાછો ફર્યો. આથી રાજા ભોજ ખસિયાણો પડી ગયો. આ સમસ્યાનો ઉકેલ કરનાર હતા આ સુરાચાર્ય !
આ પછી સુરાચાર્ય વિહાર કરતા કરતા રાજા ભોજની સભામાં ગયા. અને ત્યાં એમની રાજસભામાં એમણે એમના માનીતા વિદ્વાનોને પરાસ્ત કર્યા. સુરાચાર્યના પાંડિત્યનું દેખીતી રીતે સન્માન કરવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org