Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 260
________________ ઇતિહાસની થોડીક પ્રસાદી | ૨૪૭ ૬. પુસ્તકનો પ્રભાવ સારાં પુસ્તકો વખત આવ્યે સાચા મિત્રોની ગરજ સારે છે, એ વાત આપણે ઘણી વખત સાંભળી છે. ઇસવીસનના દસમા સૈકાની આ વાત વસ ઊંડો ભિન્ન ભિળ ભચિ ઉણપ જ તેમનું મન આચાર્યવર્ય શ્રી સિદ્ધર્ષિસૂરિ તે વખતના એક પ્રભાવક અને વિદ્યાવંત જૈનાચાર્ય હતા. ન્યાય, વ્યાકરણ અને તત્ત્વજ્ઞાનનો તેમનો અભ્યાસ ઊંડો હતો. બીજા વિષયોના પણ એ ગહન જાણકાર હતા. તત્ત્વજ્ઞાન અને ભિન્ન ભિન્ન દર્શનશાસ્ત્રોના અભ્યાસ દરમ્યાન તેમને એકાએક બૌદ્ધધર્મ પ્રત્યે અભિરુચિ જાગી ઊઠી. બૌદ્ધ દર્શનના અધ્યયનને લીધે એમને જેન દર્શનમાં કંઈક ઊણપ જણાવા લાગી, અને પરિણામે તેમણે બૌદ્ધધર્મનો સ્વીકાર કરવાનો વિચાર કર્યો. તેમનું મન સત્યશોધક હતું. એટલે કોઈ પણ વિચારનો અમલ કરતાં પહેલાં એમના ચિત્તમાં ખૂબ મંથન થતું. બૌદ્ધધર્મના સ્વીકારના વિચારના અમલ માટે પણ એમના ચિત્તમાં ખૂબ ખૂબ મંથન ચાલ્યું. આ પ્રમાણે તેમનું મન જ્યારે, મધદરિયે ખરાબે ચડેલા વહાણની જેમ, ઝોલા ખાતું હતું ત્યારે સદ્ભાગ્યે, તેમને એક પુસ્તક મળી આવ્યું. આ પુસ્તકે તેમના મનોમંથનને સ્થિર કરીને તેમને સત્ય માર્ગનું સ્પષ્ટ દર્શન કરાવ્યું. એ પુસ્તકના વધુ મનનથી જૈનદર્શનમાં ડગુમગુ થતું તેમનું મન સ્થિર થઈ ગયું અને પોતાના ધર્મનો ત્યાગ કરવાના તેમના વિચારો વિલીન થઈ ગયા. આ પુસ્તક તે આચાર્યપુંગવ શ્રી હરિભદ્રસૂરીશ્વરે રચેલ લલિતવિસ્તરા ' નામક ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ. આ પુસ્તકના મનનથી શ્રી સિદ્ધર્ષિસૂરિને સત્યમાર્ગનું દર્શન થયું. પછી તો તેમનો ધર્મરાગ અને વૈરાગ્ય એવો દૃઢ થયો કે તેમણે ‘ઉપમિતિભવપાકથા’ નામક એક વૈરાગ્યરસપ્રધાન પદેશિક રૂપનો મહાન કથાગ્રંથ રચ્યો. આ પુસ્તક વાંચનારને તેના કતની ધર્મવૃત્તિ, વિદ્વત્તા અને વૈરાગ્યભાવના માટે માન ઊપજ્યા વગર નથી રહેતું. શ્રી સિદ્ધર્ષિસૂરિ પોતાના ઉપર મહાન ઉપકાર કરનાર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266