________________
ઇતિહાસની થોડીક પ્રસાદી D ૨૪૫
કર્યો !
બીજા એક પ્રસંગે, જ્યારે મહારાજા ફરવા નીકળ્યા હતા ત્યારે, તેમણે એક સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈ. અબળા ગણાતી સ્ત્રીને આવી રીતે રોતી જોઈને મહારાજાનું હૃદય પીંગળવા લાગ્યું. તેમણે તે સ્ત્રીને સવાનું કારણ પૂછતાં જવાબ મળ્યો : “મારા પતિ બિનવારસ ગુજરી ગયા છે, એટલે રાજ્યના નિયમ પ્રમાણે, મારું અર્થાત્ મારા પતિનું તમામ ધન રાજ્યના ખજાનામાં લઈ જવામાં આવનાર છે. એટલે પછી. મારા નિર્વાહનું કશું સાધન નહીં રહે, એથી હું મારી નિરાધારતાના વિચારથી દુઃખી થાઉં છું.”
મહારાજાએ જોયું કે રાજ્યનો આવો નિયમ તો સ્ત્રી જાતિ ઉપર ભારે અન્યાય. આચરવા સમાન હતો. તેમનું ન્યાયપ્રિય હૃદય અબળાજાતિ ઉપરના આવા અન્યાયને કેમ સાંખી શકે ? તેમણે તરત જ રાજઆજ્ઞા બહાર પાડી કે “ હવેથી અપુત્રિયાનું ધન રાજ્યે નહીં લઈ લેતાં તેની સ્ત્રીને માટે રહેવા દેવું.”
આઠ સૈકા પહેલાંની જીવરક્ષા અને સ્ત્રીસન્માનની આ ભાવના ખરે જ, અભિનંદન માગી લ્યે છે !
૫. સાચો સનાથ
પરમાત્મા મહાવીરદેવના અણગારોમાં અનાથી નામક એક અણગાર થઈ ગયા, તેમની આ વાત છે.
અનાથી મુનિ એમનાં ગૃહસ્થપણામાં જાતે ક્ષત્રિય અને રાજકુમાર હતા. તેમના પિતાનું નામ મહિપાળ રાજા હતું. તે કૌશાંબી નગરીમાં રાજ્ય કરતા હતા. રાજકુટુંબમાં જન્મવાના કારણે અનાથીજીનું લાલન-પાલન ખૂબ લાડકોડમાં થયું હતું. એમને ત્યાં વૈભવ, વિલાસ અને સુખની સામગ્રીનો કંઈ પાર ન હતો. સૌ એમનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમ રાજકુટુંબમાં હેતાળ સ્વજનો, સ્નેહીઓ અને પ્રાણ પાથરનારાં પરિજનો વચ્ચે અનાથીજીના દિવસો મોજમાં પસાર થતા. તેમને કોઈ પણ કાળે નિરાશા કે નિઃસહાય વૃત્તિનો વિચાર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only