Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪] રાગ અને વિરાગ આ કાર્ય એ હતું કે તેમણે એક દિવસ જેટલા સાવ ટૂંકા સમયમાં જ, ‘વૈરોચન પરાજય' નામક એક મહાપ્રબંધની રચના કરી આપી હતી. શ્રીપાળની આવી અજબ રચનાશક્તિથી સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા ! મહારાજાને તેમના ઉપર વિશેષ અનુરાગ થયો ! ત્યારથી તેઓ કવિચક્રવર્તી કહેવાવા લાગ્યા ! ૪. ન્યાયપ્રિયતા ભગવાન બુદ્ધને, રોગિષ્ઠ તથા ઘરડા માણસને અને માણસના શબને જોઈને વૈરાગ્ય થયાની વાત જાણીતી છે. આવો જ પ્રસંગ મહારાજા કુમારપાળના જીવનમાં મળે છે. ફરક એટલો છે કે ભગવાન બુદ્ધ સંસારને ત્યજી વૈરાગી થયા હતાજ્યારે મહારાજા કુમારપાળે તેની અસર પ્રજાજીવન ઉપર ઉપજાવી હતી. વાત એમ બની હતી કે, એક વખત મહારાજા કુમારપાળ શહેરમાં ફરવા નીકળ્યા હતા. રસ્તામાં એક માણસ, લાકડીના જોરે, સાવ નબળાં થઈ ગયેલો પાંચ-સાત બકરાંને પરાણે પરાણે હાંકતો લઈ જતો હતો. આ વખતે મહારાજા ઉપર જૈનધર્મના દયા-અહિંસાના સિદ્ધાંતોની અસર થઈ ચૂકી હતી. તેઓ આ સાવ નિરપરાધી જીવોની આવી બેહાલી જોઈ ન શક્યા ! તેમણે તે માણસને તેમ કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે, “મારી આજીવિકા નિભાવવા માટે હું આ બકરાંને કસાઈને વેચવા લઈ જાઉં છું. હવે આ બકરાં એવાં નબળાં થઈ ગયાં છે કે એનો બીજો કોઈ ઉપયોગ નથી રહ્યો, અને મારા માટે એ ભારભૂત બની ગયાં છે.” પોતાના રાજ્યમાં મૂંગા પ્રાણીઓ આવી રીતે પીડાય એ મહારાજા માટે અસહ્ય હતું. તેમણે તરત જ હુકમ બહાર પાડ્યો : “જે જૂઠી પ્રતિજ્ઞા કરશે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રીલંપટ હશે તેને વિશેષ શિક્ષા થશે અને જે જીવહિંસા કરશે તેને સર્વથી વધુ કઠોર દંડ મળશે.” મહારાજાની આ આજ્ઞાએ મૂંગા પ્રાણીઓ ઉપર ઘણો ઉપકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266