Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 253
________________ ૨૫ ઇતિહાસની થોડીક પ્રસાદી (આઠ પાવન પ્રસંગો) : ૧. સાચી ઋદ્ધિ ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ હજો !' – એમ ચોપડામાં લખીને જે શાલિભદ્રની ઋદ્ધિની આપણે વાંછા કરીએ છીએ, તેમની આ વાત છે. મગધ દેશની રાજધાની રાજગૃહીના ઉત્કર્ષનો મધ્યાહ્ન હતો. નગરીમાં અનેક ધનાઢ્યો અને કરોડપતિઓ રહેતા હતા. રાજા શ્રેણિક તે વખતે મગધ દેશના રાજા હતા. એક વખત એક પરદેશી વેપારી, મહામૂલાં રત્નકંબલો લઈને, મહારાજાની પાસે આવ્યો. કંબલોનું મૂલ્ય ઘણું વધારે હોવાથી રાજાએ એ ન ખરીદ્યાં. એમણે વિચાર્યું : રાજ્યનું ધન આવી વિલાસી ચીજોમાં શી રીતે વેડફી શકાય ? વેપારી નિરાશ થયો. એણે વિચાર્યું કે જે ચીજને અહીંના રાજાજી ન ખરીદી શક્યા તેને ખરીદનાર બીજું કોણ મળે ? પણ છેવટે એ ભદ્રા શેઠાણીનું નામ સાંભળીને એમની પાસે આવ્યો. ભદ્રા શેઠાણી શાલિભદ્રનાં માતા થાય ! તેમણે બધાય કંબલો ખરીદી લીધાં અને વધુ હોય તો લાવવા સૂચવ્યું ! અને વેપારીને નાણાં ચૂકવી આપવા ખજાનચીને આજ્ઞા આપી ! વેપારીના અચંબાનો પાર ન રહ્યો. રાણી ચેલણાએ જ્યારે રત્નકંબલની વાત જાણી ત્યારે, એની પ્રેરણાથી, એક કંબલ ખરીદવાની રાજા શ્રેણિકની ઈચ્છા થઈ. પણ વેપારીએ, બધા કંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધાની વાત કરીને, કંબલ આપવાની પોતાની અશક્તિ જણાવી ! જે એક કંબલ ખરીદતાં પણ પોતે ખમચાતો હતો, તે તમામ કંબલોને એકીસાથે ખરીદનાર પોતાનો જ પ્રજાજન કેવો સમૃદ્ધ હશે. તે જોવાનું રાજાને મન થયું ! અને તેણે શાલિભદ્ર શેઠને પોતાને મળવાનું આમંત્રણ મોકલ્યું ! ઘરનો તમામ વહીવટ ભદ્રા શેઠાણી સંભાળતાં હતાં. અને શાલિભદ્ર તો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266