________________
૨૩૮ પરાગ અને વિરાગ વેળાએ જ વનવાસ ! ક્યાં સોનું અને ક્યાં આ બેહાલ દશા !
રાજાજીએ કપિલને બધી હકીકત પૂછી એ ઉપરથી એમને ખાતરી થઈ કે એ ચોર નથી. રાજાજીએ તેને મુક્ત કરવાની રાજપુરુષોને આજ્ઞા કરી, અને પછી કપિલને પૂછ્યું : “વિપ્રવર, ઓપ હવે નિર્ભય છો. આપે કશો અપરાધ નથી કર્યો. હું આપના ઉપર પ્રસન્ન છું. આપને જે જોઈએ તે અત્યારે સુખેથી માગી લ્યો.”
રાજાજીની વાત સાંભળીને કપિલનો આશાદીપ ફરી પાછો ઝળહળી ઊઠ્યો. તેનું હૃદય, ભયમુક્ત થતાં, લોભની સીડી ઉપર ચડવા લાગ્યું. તેને થયું : બે ભાષા સોનું માગીશ તો બે-ચાર દિવસે એ ખલાસ થઈ જશે અને પાછી એની એ દુર્દશા આવી પડશે. માટે અવસર આવ્યો છે તો એવું માગી લઉં કે જેથી આ દરિદ્રતા સદાને માટે ચાલી જાય. આથી તે “શું માગવું' એના વિચારના વળેમળે ચઢી ગયો.
તેણે કંઈ કંઈ માગણીઓ કરવાનો વિચાર કર્યો, પણ છેવટે તેને એકેએક માગણી અધૂરી જ લાગવા લાગી – જાણે ગમે તેવી માગણી કરવા છતાં અંતે દરિદ્રતા વેઠવાની જ હોય ! અંતે તેને થયું કે રાજાજી પાસેથી આખું રાજ્ય જ માગી લઉં તો કેવું સારું !
પણ હવે તેનો આત્મા ધીમે ધીમે જાગ્રત થવા લાગ્યો હતો. તેનો વિવેક અને તેનું જ્ઞાન જાગતાં થયાં હતાં. તેમણે ફરી વિચાર્યું કે રાજ્ય મળ્યા પછી પણ શું ? એથી સાચી વૃદ્ધિ થશે ખરી ? અખૂટ સંપત્તિ મળશે ખરી ? અને પછી તો એનું મન વધુ ને વધુ ઊંડા ચિંતન-સાગરમાં ડૂબકી લગાવવા લાગ્યું અને એમાંથી અવનવાં વિચારમૌક્તિકો સાંપડવા લાગ્યાં.
એમણે કલ્પના કરી : માનો કે રાજ્ય મળ્યું. પણ એ રાજ્યથી મૃત્યુ ખાળી શકાશે ખરું ? તો પછી આવી માયાવી વસ્તુની માગણી કરીને પતિત થયેલ આત્માને વધુ પતિત શું કરવા બનાવું ? તો પછી જે માયા આજે મારી સામે આવીને પડી છે તેને હસતે મોંએ ત્યાગીને અમર આત્મલક્ષ્મીની સાધના શા માટે ન કરું ?
કપિલ ધીમે ધીમે અંતર્મુખ થવા લાગ્યો હતો. અરીસા ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org