Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 249
________________ ૨૩૬ રાગ અને વિરાગ વેગવાન પ્રવાહે વિવેકની બધી મર્યાદાઓને ધ્વસ્ત કરી નાખી. અને એક અભાગી પળે, ગુરુવાસ છોડીને કપિલ એક યુવતીની સાથે ચાલી નીકળ્યો. પાત્ર-અપાત્ર પારખવાની એની શક્તિ ત્યારે નષ્ટ થઈ ગઈ હતી. સૌએ જોયું કે એક પંડિત પળવારમાં પતિત બની ગયો હતો ! આશાને નિરાશાનો અજગર ગળી ગયો હતો. સદ્ભાગ્ય ઉપર કમભાગ્યના ઓળા પડી ચૂક્યા હતા ! રે નસીબ ! સરિતાના પ્રવાહની જેમ સમય ચાલ્યો જતો હતો. કપિલકુમારનું પતન વધુ ઊંડું થતું જતું હતું. મહાદાવાનળની જેમ, એની વાસનાની કદી તૃપ્તિ થતી ન હતી. વધુ ભોગથી એ વધુ ઉગ્ર બનતી જતી હતી. એ આત્મભાન ખોઈ બેઠો હતો. અને આત્માની ઠોકર સિવાય એને બીજું કોઈ જગાડી શકે એમ પણ ન હતું. વિષયમાં અંધ બનેલ કપિલને ભાન ન હતું કે પોતાની પાસે ધનનો એવો અખૂટ ભંડાર ભર્યો ન હતો કે જેના ઉપર એ હમેશાં પોતાનો નિર્વાહ કરી શકે અને સુખચેનથી સમય વિતાવી શકે. એ તો સામાન્ય સ્થિતિનો ગરીબ બ્રાહ્મણ હતો. વિલાસી વૃત્તિમાં થોડા દિવસો ગયા-ન ગયા ને એની પાસેનું બધું ય દ્રવ્ય ખલાસ થઈ ગયું. અને એક દિવસ એને દરિદ્રતાનું ભયંકર દર્શન થયું. પેટ ભરવા જેટલું સાધન પણ એની પાસે ન રહ્યું. એટલે ધીમે ધીમે એની વિષયવાસના ઊડવા લાગી અને કંઈક બીજા વિચારો જાગવા લાગ્યા. - ધન હોય કે ન હોય – પેટ તો પોતાનું ભાડું માગ્યા વગર રહેતું જ નથી. જ્યારે કપિલે જોયું કે ધન કમાવાની તાકાત કે આવડત તેનામાં ન હતી, એટલે તેણે આખરી ઇલાજ તરીકે ભીખ માગવી શરૂ કરી. વિદ્યાની બહુમૂલી ભિક્ષા માટે ઘરબાર તજીને ગુરુચરણઓમાં આવેલો યુવાન ચપટી લોટ માટે ઘેર ઘેર ભટકવા લાગ્યો ! પણ ભીખ માગવાથી કંઈ વિલાસી વૃત્તિને પોષણ મળે ખરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266