________________
૨૩૪ રાગ અને વિરાગ
સૌને લાગ્યું કે કપિલકુમાર મહાન પંડિત થશે.
ગુરુજીને કપિલકુમારમાં પોતાના જ્ઞાનવારસાની પ્રતીતિ થવા લાગી હતી. પોતાની વિદ્યાના સાચા વારસાને જાણે કુદરતમાતાએ જ પોતાની પાસે મોકલી આપ્યો હતો. અને સમયના વહેવા સાથે એમનું અંતર શિષ્ય તરફ વધુ ને વધુ મમતાભર્યું બનવા લાગ્યું.
પણ વિધિનું ઇંદ્રધનુ ક્યારે કેવો રંગ પલટે એ કોણ જાણી શક્યું છે ?
કાચી માટીના કેટલાય ઘડા પાક્યા પહેલાં ફૂટી જાય છે ! કપિલકુમારનું પાંડિત્ય હજુ કાચું હતું. ઘાટ ઘડાઈને તૈયાર થઈ ગયો હતો, પણ એનો પરિપાક થવો હજુ બાકી હતો. ધગધગતા નીંભાડાની પરીક્ષા બાકી હતી.
એક દિવસ ગુરુની આજ્ઞા લઈને કપિલકુમાર નગરમાં ગયો. પણ જ્યારે એ પાછો આવ્યો ત્યારે એનું હૈયું ભારે થયેલું હતું. એના અંતરમાં વિચિત્ર પ્રકારની લાગણીઓએ ઝંઝાવાત જગાવ્યો હતો. પોતાને આજે શું થાય છે એનું ભાન એને પોતાને પણ ન હતું, પણ એનું મન બેચેન થઈ ગયું હતું એ ચોક્કસ !
કપિલને ભાગ્યું કે બે દિવસમાં અસ્વસ્થ ચિત્ત આપમેળે સ્વસ્થ થઈ જશે. પણ એમ ન થયું. એ વિચિત્ર લાગણીઓનાં બીજ ઊંડે સુધી ઊતરી ગયાં હતાં. અને હવે તો એમાંથી અંકુરો ફૂટવા લાગ્યા હતા. દિવસે દિવસે કપિલની અસ્વસ્થતા વધવા લાગી. તેની સરસ્વતી-ઉપાસનામાં આપોઆપ ઓટ આવવા લાગી, અને તેની જ્ઞાનદૃષ્ટિ આગળ અવિવેકનાં પડળ ફરી વળવા લાગ્યાં. પોતે કેવળ વિદ્યાભ્યાસ માટે જ કૌશામ્બી છોડીને શ્રાવસ્તીમાં આવ્યો હતો એ વાત જાણે એ સાવ વીસરી ગયો !
ઊડતું પંખી રાહ ભૂલીને અવળે રસ્તે ચડી ગયું. બિચારો કપિલકુમાર !
એના હૃદયમાં વિષય-સંગની ચિનગારીઓ દાખલ થઈ ચૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org