________________
બે ભાષા સુવર્ણ ] ૨૩૩ પામવા મા સરસ્વતીની ઉપાસના કરવી છે. ગુરુદેવ, મેં આપને મારા ગુરુ માની લીધા છે, આપના ચરણમાં મને સ્વીકારો ! મને આપના શિષ્યપણાનું દાન આપી કૃતાર્થ કરો !”
કૌશામ્બીના એ કુળવાન બ્રાહ્મણ યુવક સામે ગુરુજી તાકી રહ્યા – જાણે એનું અંતર વાંચવા મથતા ન હોય ! એ બ્રાહ્મણ યુવકની મુખાકૃતિ જાણે કંઈક મૂંઝવતી હોય એમ ગુરુજી પળવાર વિમાસી રહ્યા. પછી જાણે એ યુવકની વધુ કસોટી કરતા હોય એમ તેઓ તેને સમજાવવા લાગ્યા.
“પણ વત્સ ! આ યુવાન વય અને સરસ્વતીની ઉપાસના – એ બેનો મેળ દુષ્કર છે. મનની ચંચળતા અને વિલાસની લાલસા કઈ પળે આવીને ઘેરી વળે એનું શું કહેવાય ? પાંચ ઈદ્રિયોનું સંવરણ કરીને કેવળ એકેન્દ્રિયભાવથી વર્તનાર જ આ સરસ્વતી-ઉપાસનાને પરિપૂર્ણ કરી શકે છે. વત્સ ! વિચારી જો, તારામાં એટલું બળ છે ?”
“ ગુરુપ્રસાદથી મને એ બળ સાંપડો ! ” યુવક આટલું બોલી ભક્તિભાવે ગુરુની સામે જોઈ રહ્યો. એને એથી વધુ કશું કહેવાનું ન હતું.
ગુરુજીએ મૌનભાવે એનો સ્વીકાર કર્યો અને એ બ્રાહ્મણ યુવકનું હૈયું હર્ષથી નાચી ઊઠ્યું. એને પોતાની આશાવેલડીને સફળતાનાં પુષ્પો પાંગરતાં લાગ્યાં.
એ યુવકનું નામ કપિલકુમાર !
કપિલકુમારને મન કૌશામ્બી અને શ્રાવસ્તીનો ભેદ જાણે મટી ગયો હતો. શ્રાવસ્તી જ પોતાનું વતન હોય એવી આત્મીયતા એણે સાધી લીધી હતી. અને થોડા જ વખતમાં એ સૌ સહાધ્યાયીઓ સાથે એવો હળીમળી ગયો કે જાણે બધા એક જ કુટુંબના ભાઈ-ભાંડુ.
અને વિદ્યાની ઉપાસના માટે તો ગુરુજીના આદેશ મુજબ, સાચે જ એ એકેન્દ્રિય બની ગયો હોય એમ, બીજી બધી પ્રવૃત્તિઓને એણે વિસારે પાડી દીધી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એની સરસ્વતી-ઉપાસના વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ. એને મન એ સિવાય બધું તુચ્છ બની ગયું.
સાચે જ
ધુ ને વધુ ઉપસાર થતા પ્રવૃત્તિઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org