Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 245
________________ ૨૪ બે માણા રાવણ પૂર્વભારતના ગૌરવસમી શ્રાવસ્તી નગરીની કીર્તિ દેશ-વિદેશના સીમાડા વીંધી ચૂકી હતી. શ્રાવસ્તીના વૈભવ, શ્રાવસ્તીના વાણિજ્ય અને શ્રાવસ્તીની શોભાની બહુવિધ વાતોએ લોકહૃદયમાં સ્થાન મેળવી. લીધું હતું. દૂર દેશાંતરના શાહસોદાગરો પોતાનો અણમોલ માલ શ્રાવસ્તીનાં હાટોમાં ઠાલવતા અને મોંમાગ્યાં મૂલ મેળવી એ અલબેલી નગરીની યશોગાથાઓ દેશ-વિદેશમાં પહોંચાડતા. વૈભવવિલાસ અને વાણિજ્યના સંગમસ્થાનસમી એ નગરી પોતાના પાંડિત્ય અને જ્ઞાનદાન માટે પણ પંકાતી હતી. શ્રાવસ્તીનાં છાત્રાલયો અને ગુરુકુળવાસોએ અનેક જ્ઞાનપિપાસુઓને આકર્ષ્યા હતા. વિદ્યાના અનેક સેવકો એ નગરીએ દેશને ચરણે ધર્યા હતા. શ્રાવસ્તીના આ વિદ્યાપ્રેમથી ખેંચાઈને એક બ્રાહ્મણ યુવક વિદ્યાધ્યયન માટે આજે શ્રાવસ્તીમાં આવ્યો હતો. માતા સરસ્વતીની ઉપાસનાના એના દિલમાં કોડ હતા. ગુરુદેવની ચરણધૂલિ મસ્તકે ચડાવી એ નમ્રભાવે ઊભો હતો. એનું ભવ્ય લલાટ, વાંકી નાસિકા અને મનોહર આંખો સર્વત્ર એની કાંતિની છાયા ફેલાવતાં હતાં. બીજા છાત્રો આ સુંદર યુવકને અનિમેષભાવે જોઈ રહ્યા હતા. ગુરુજી, જાણે તેના અંતરનું ઊંડાણ માપતા હોય તેમ, તેને પૂછતા હતા ? “વત્સ ! શી શી આશા અને ઊર્મિઓ લઈને આજે તું પ્યારું વતન, વહાલાં માતાપિતા અને હેતાળ ભાઈભાંડુઓને છોડીને, અને સાવ એકાકી બનીને અહીં આટલે દૂર આવ્યો છે ? તારી સાધનાનું લક્ષબિંદુ શું છે ? તારા હૈયામાં કઈ તમન્નાએ વાસ કર્યો છે ?” “ ગુરુદેવ ! ન ધનની આશા છે, ન વૈભવવિલાસની તૃષ્ણા ! ધન અને વૈભવના તો અમારી કૌશામ્બીમાં ઓઘ ઊભરાય છે. એને માટે મારે આ પરભોમની સેવા કરવાની ન હોય ! ગુરુદેવ ! કેવળ એક જ ઈચ્છા, એક જ આશા, એક જ તમન્ના દિલમાં લઈને આવ્યો છું આપના ચરણમાં રહી સંસારના સમસ્ત ધર્મોનું અને ષદર્શનોનું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266