________________
૨૩૦Dરાગ અને વિરાગ
અને તરત જ તેમણે પોતાનું ભિક્ષાપાત્ર ગોવાળણની આગળ
ગોવાળણના આનંદનો પાર ન રહ્યો ! તેણે ઉમળકા ભેર નિર્દોષ દહીં ભિક્ષુકોના પાત્રમાં રેડી દીધું – જાણે પોતાનું હૈયું ન ઠાલવતી હોય એટલો હર્ષ એના અંતરમાં ભર્યો હતો
મહિયારીને પોતાના મહીનું અમૂલું મૂલ મળી ગયું.
લક્ષ્મીનંદનોની અલકાપુરી સમી રાજગૃહીએ જે ભિક્ષાપાત્ર ખાલી રાખ્યું તે, આ નિર્જન વનમાં, એક ગરીબ મહિયારીએ ભરી દીધું !
તપસ્વીઓની ભિક્ષા સફળ થઈ ! ગોવાળણ પોતાના માર્ગે આગળ વધી !
તપસ્વીઓને પારણાની સામગ્રી પીરસીને જાણે કુદરતમાતા કિલ્લોલ કરતી હતી.
મધ્યાહ્ન વટાવી સૂર્યનો રથ આસ્તાચળ તરફ આગળ વધતો હતો.
બન્ને ભિક્ષુઓ પ્રભુ પાસે આવી પહોંચ્યા હતા.
તેમના અંતરમાં તો એક જ વાત ઘોળાતી હતી ? માતા પાસેથી ભિક્ષા મળવાની પ્રભુની વાતનું શું ? એ વાત અફળ કેમ કરી સંભવે ?
પણ મુનિઓ બોલે શું ? તેઓ તો મૌન જ રહ્યા !
પણ સહુના અંતર્યામી પ્રભુ તો ક્યારના પ્રસંગ પામી ગયા હતા. તેમણે વાતનું રહસ્ય ખોલતાં શાળભદ્ર મુનિને કહ્યું : “મહાનુભાવ ! વિચારમાં ન પડશો ! તમને દહીંની ભિક્ષા આપનાર એ ગોવાળણ તમારી માતા જ હતી – આ ભવની નહીં પણ તમારા આગલા ભવની ! તમારી માતાએ જ આજે તમારું ભિક્ષાપાત્ર ભરી દીધું છે.”
ભિક્ષુઓનો સંશય દૂર થયો. મહાતપસ્વીઓએ આનંદપૂર્વક પારણાં કર્યો. ભિક્ષુઓને તો પ્રભુએ માતાની ઓળખાણ કરાવી હતી. પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org