Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૮ ઘરાગ અને વિરાગ તપસ્વી ભિક્ષુઓ, ભરી ભરી નગરીમાંથી સાવ ખાલી હાથે પાછા ફરતા હતા. મુનિવરોની ભિક્ષા વણપૂરી રહી હતી ! રે કુદરત ! . ભર્યા સરોવરથી જાણે પંખી તરસ્યું પાછું ફર્યું. ભિક્ષાનો લાભ નહીં તો છેવટે તપસ્યાનો લાભ ! – મુનિઓને મન તો દરેક વાતે લાભ જ હતો. એમના દિલમાં ભિક્ષા ન મળ્યાનો જરાય રંજ ન હતો. તેમણે નગર વટાવ્યું. તેઓ જંગલમાં થઈને આગળ વધતા હતા ! પણ અરે, આ શું ? આવા મધ્યાહે, આવા નિર્જન જંગલમાં આ બાઈ ક્યાંથી ? અને એના રોમરોમમાં અત્યારે હર્ષનો સંચાર શાથી થતો હતો ? સાવ અજાણ્યા એવા આ બે ભિક્ષુઓને જોઈને ન જાણે કેવીય અદમ્ય લાગણીઓ એ બાઈના ઉરમાં ઊભરાવા લાગી હતી ! એ લાગણીનું પૂર ખાળવું અશક્ય હતું ! એ લાગણીઓ પોતાનો માર્ગ કય વગર રહે તેમ ન હતું ! પૂરના પાણી કદી ખાળ્યાં ખળાયાં છે ખરાં ? એ હતી એક ગોવાળણ ! એના માથે દહીંનું ભાજન હતું ! એ જતી હતી પોતાના માર્ગે – પોતાના મહીનું મૂલ ઉપજાવવા ! સામેથી ચાલ્યા આવતા મુનિઓને જોઈને તે થંભી ગઈ ! જાણે જન્મજન્મની સંઘરી રાખેલી ભાવના જાગ્રત થતી હોય એમ તેનું અંતર અનેક લાગણીઓ અનુભવી રહ્યું. તેનું હૈયું આ બે ભિક્ષુઓમાં જાણે જડાઈ ગયું ! તેને થયું ઃ આવા ભિક્ષુઓની કંઈક સેવા કરી શકું તો કેવું સારું ! પણ, અત્યારે મારી પાસે એવું શું છે કે જેથી હું આવા મહાત્યાગીઓની સેવા કરી શકું ? જેનાં ચરણો આગળ રાજામહારાજાઓનાં મસ્તકો ઢળતાં હોય તેવા તપસ્વીઓને મારા જેવી એક રેક સ્ત્રી શું આપી શકવાની હતી ? ગોવાળણનું દિલ દીનતા અનુભવી રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266