________________
ભિક્ષા ] ૨૨૭
રહેતા અને તેમના મનમાં કંઈ કંઈ લાગણીઓ જાગી ઊઠતી. ત્યાગ અને સંયમ તો વગર બોલ્યા જ બીજાના અંતરને જગવે છે ! બોલવગરની છતાં અંતરને સાદ દે એવી વાણી જ સમજી લ્યો !
મુનિઓને તો શરીરને તેનું ભાડું ચૂકવીને ફરી આત્મામાં લીન થઈ જવું હતું, એટલે તેઓ સીધા ભદ્રામાતાના આવાસે પહોંચ્યા અને પોતાની સાધુમર્યાદાને છાજે તે રીતે ત્યાં જઈને ભિક્ષા માટે ઊભા રહ્યા. પણ સમય મધ્યાહ્નનો હતો અને સૌ જમી પરવારી જંપી ગયા હતા, એટલે આંગણે આવીને ઊભેલા એ તપસ્વીઓને કોઈએ ન જોયા !
ભિક્ષુઓ ક્ષણભર ઊભા રહ્યા, ચારે તરફ જોયું અને કોઈ નજરે ન પડતાં પોતાની સંયમમર્યાદાનું સ્મરણ કરી ભિક્ષા મેળવ્યા વગર જ પાછા ફર્યાં.
જે ઘરમાં તેમણે રાજવૈભવને પણ માત કરે તેવા વૈભવો માણ્યા હતા, જ્યાં અનેક દાસ-દાસીઓ પડ્યો બોલ ઉઠાવવા સદાય તત્પર રહેતાં હતાં, જે ઘરની એક એક ચીજ ઉપર પોતાના પ્રભુત્વની મહોરછાપ પડી હતી, તે ઘરમાંથી, એક મહિનાના ઉપવાસની ઉગ્ર તપસ્યાને અંતે અને આવા આગ વરસતા મધ્યાલે પણ, ખાલી હાથે પાછા ફરતાં શાળીભદ્ર મુનિને લેશ પણ ખેદ ન થયો ! ઊલટું તેમને તો પોતાના આત્માની કસોટીનો સુઅવસંર સાંપડ્યો લાગ્યો. આત્માની આ ઋદ્ધિનું માપ બીજાઓ શું પારખી શકે !
આમ ખાલી હાથે પાછા ફરવા છતાં એ શ્રમણશ્રેષ્ઠોના મનમાં જરાય શલ્ય ન હતું ! તેમનું મન તો સ્વસ્થ જ હતું - નિશ્ચલ ખડકની જેમ ! તેમનાં મનમાં અત્યારે અગર કંઈ હતું તો તે ફક્ત, પ્રભુએ માતા પાસેથી આહાર મળવાની વાત કહી હતી તે હતું ! પ્રભુના આ વચનનું શું રહસ્ય હશે ? પ્રભુનું વચન સાચું પડ્યા વગર તો રહે જ નહીં ! એની એમને ખાતરી હતી. પણ તે કઈ રીતે ? એ જ વિચાર તેમના
-
મનમાં ચાલતો હતો.
રાજગૃહીએ જોયું કે, ભિક્ષા માટે પોતાને આંગણે આવેલા આ બંને
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org