________________
હિસાબ કોડીનો! બક્ષિસ લાખની!ઘ ૨૧૫ ન હિસાબ, ન કિતાબ ને ધન તો ભેગું થતું જ રહ્યું !
હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની – એ વાતને સંભારવાને તો હવે જાણે ફુરસદ જ નહોતી મળતી !
ભગવાને માણસને હજાર હાથ ન આપ્યા એનું મુકુંદરાયને કોઈ કોઈ વાર બહુ લાગી આવતું – પોતે પહોંચી ન શકે તેટલા સારુ જ બીજા કોઈની સહાય લેવી પડતી હતી ને ? વેપાર એટલા જોરથી ચાલતો, ધન એટલી ઝડપથી ચાલ્યું આવતું કે એ વેપારને પહોંચી વળવા અને એ ધનને ભેગું કરવા માટે એમને બીજાની મદદ માગ્યા વગર ન ચાલે ! કમનસીબી એ કેવી કે પૈસાની બાબતમાં પોતાની જાત ઉપર પણ વિશ્વાસ ન મૂકનારને બીજા ઉપર વિશ્વાસ મૂકવાનો અજબ વખત આવ્યો !
પણ આ બીજો એક દહાડો ભૂંડો થયો અને ફાટફાટ થતી તિજોરીમાંથી તેણે બેએક લાખનો ભાર હળવો કર્યો ! ઝેરના એક ટીપાથી દૂધનો આખો ઘડો નકામો બની જાય તેમ, મુકુંદરાયના લાખો-કરોડો રળ્યાના આનંદ ઉપર આ ઘટનાથી જાણે મીંડું વળી ગયું !
કાનખજૂરાનો એકાદ પગ ભાંગી જાય તો તેની શી વિસાત એમ ડાહ્યાઓ કહે છે, પણ ધનના ઢગમાંથી એકાદ ખોબો ઓછો થતાં બિચારા મુકુંદરાય તો પળવારમાં જાણે દીન-હીન-કંગાળ બની ગયા !
રાત્રિના એકાંતમાં એમનું મન સૂનું પડ્યું ત્યારે એમાંથી સવાલ ઊઠતો હતો કે “આ તે કોડીનો હિસાબ થયો કે લાખની બક્ષિસ થઈ ?”
અને એ મનના ઊંડા તળિયે તો પેલા શબ્દો જ અંકાયેલા પડ્યા હતા, કે “સા...લી...આખી...દુનિયા. જ. ચોર...' પણ હવે મુકુંદરાય પણ એ જ દુનિયામાં વસનારા હતા કે બીજી કોઈ દુનિયાના ?
પણ એ સવાલનો ઉત્તર આપનાર ત્યાં કોઈ ન હતું.
વિશ્વયુદ્ધ શમી ગયું હતું, અને, જાણે હિંસાએ અહિંસા ઉપર કિન્નાખોરીભર્યું વેર લીધું હોય તેમ, હિંદુસ્તાનને લોહી નીંગળતું સ્વરાજ્ય મળ્યું હતું. માનવી ઊઠીને માનવીના લોહીનો તરસ્યો બન્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org