________________
હિસાબ કોડીનો! બક્ષિસ લાખની !D ૨૧૩ ઉપરથી શેઠની પાસે ચોરમાં ખપીશું એ વધારામાં !
પણ વાત જાહેર કર્યા વગર છૂટકો ન હતો. પ્રભુદાસે મોટા મુનીમને વાત કરી. મોટા મુનીમે શેઠ પાસે વાત રજૂ કરી. શેઠનો પ્રભુદાસ ઉપરનો વર્ષોજૂનો ઇતબાર, પવનના જોરે પરપોટો ફૂટી જાય એમ, પળવારમાં ઊઠી ગયો. એને પ્રભુદાસ ચોર લાગ્યો !
- મુનીમે બચાવ કરવા માંડ્યો, તો શેઠે સાફ સાફ સંભળાવી દીધું ? “સાલી આખી દુનિયા ચોર બની ગઈ છે, ત્યાં કોને શાહુકાર ગણવો, અને કોના ઉપર વિશ્વાસ રાખવો ? આપણે તો એટલું જાણીએ કે આપણા હિસાબમાં પૈસા ખૂટ્યા અને તે કિલદારના પોતાના હાથે જ ખૂટ્યા, એટલે એણે એ ભરી આપવા જ રહ્યા. આ તો રહી હિસાબની વાત. એમાં તો કોડીને જતી ન કરાય !”
મોટા મુનીમ કંઈક બોલવા જતા હતા, ત્યાં ટેલિફોનની ઘંટડી વચ્ચે બોલી ઊઠી. શેઠે ટેલિફોન લીધો. નામઠામ જાણીને પછી ટેલિફોન કરનારે કહ્યું કે “તમારા કિલદારને પૂછશો કે હિસાબમાં કંઈ પૈસા ઘટે છે ખરા ? ઘટતા હોય તો કેટલા ઘટે છે તે કહે અને અમારી ઑફિસેથી લઈ જાય.”
- મુકુંદરાયને મન આ તો નવીનવાઈની વાત હતી : ચોર-દુનિયામાં આવી શાહુકારી તે વળી ક્યાંથી ફૂટી નીકળી ? પણ વાત એવી સાચી હતી કે એને માન્યા વગર છૂટકો ન હતો.
ટેલિફોન કરનારની ઑફિસના હિસાબમાં બરાબર સો રૂપિયા વધતા હતા. મુનીમ અને કિલ્લીદાર એ રૂપિયા પાછા લઈ આવ્યા, ત્યારે પ્રભુદાસને મન પોતાની લાખ રૂપિયાની આબરૂ પાછી આવ્યાનો ભારે સંતોષ હતો. એણે ભગવાનનો પાડ માન્યો.
પણ મુકુંદરાયને મન તો હજુય આવું નક્કર સત્ય વસતું ન હતું ! એમને તો એમ જ લાગતું કે “સાલી..આખી દુનિયા જ.ચોર...!”
મ
હતો. એણે
તો હજુય આવું
દરિયા જ..
શાંતિનો સમય પરવારી ગયો હતો. આખી દુનિયા મહાયુદ્ધમાં ઓરાઈ ગઈ હતી. એ મહાયુદ્ધ સત્તાધીશો, ઉદ્યોગપતિઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org