________________
૨૨૪રાગ અને વિરાગ
માતાની અનેક વિનવણીઓ, સ્ત્રીઓની અનેક આરઝૂઓ અને સંસારની અનેક મોહકતાઓ એમને ઘેર પાછા ફરવા ન લલચાવી શકી ! એમનું હૈયું જાણે આજે વજનું બની ગયું હતું ! કાંચળી ઉતાર્યા પછી સાપ એની સામે પણ જોતો નથી તેમ, તેમના મનમાંથી એ બધી વાતો સાવ સરી ગઈ હતી ! તે શરીરને ભૂલીને આત્માને ઓળખવા લાગ્યા હતા ! અને એ ઓળખાણ આગળ બીજી બધી ઓળખાણો સાવ સારહીન બની ગઈ હતી.
અને તે જ દિવસે, રાજગૃહીનાં નરનારીઓએ સગી આંખે નિહાળ્યું કે. શેઠ ધનાશા અને શાળીભદ્ર, શેઠ મટીને સાધુ બની ગયા હતા ! પરમાત્મા મહાવીર દેવનાં ચરણોમાં તેમણે પોતાનું સ્થાન શોધી લીધું હતું ! પરમાત્મા મહાવીર દેવની વાણીના મોરલીનાદે તેમનો આત્મા અપાર આનંદ અનુભવતો હતો ! આત્માને ઓળખવાની તમન્ના આગળ કાયાની કોમળતા ઓસરી ગઈ હતી ! સુખ-સાહ્યબીમાં આળોટેલી કાયા આજે કઠોર બનવામાં કૃતાર્થતા અનુભવતી હતી.
દુનિયાને મન ખાંડાની ધારસમો સંયમ આવા સુકોમળ શરીરે શી રીતે સાધી શકાશે એ કોયડો ભલે હોય – આ બે આત્માઓએ તો પોતાનો નિશ્ચય કરી લીધો હતો ! આત્મબળે શરીરને પરાસ્ત કર્યું હતું.
ધન્નાશા અને શાળીભદ્ર સાધુ બની સંયમ આરાધનમાં લીન બની ગયા !
કચ્છપે જાણે પોતાનાં અંગો સંકેલી લીધાં.
સંસારનો સુંવાળો માર્ગ દૂર થયો હતો, સંયમનો આકરો માર્ગ આરંભાઈ ચૂક્યો હતો. મુક્તિના મુસાફરોની યાત્રા ધીમેધીમે આગળ વધતી હતી.
શેઠ ધન્નાશા અને શાળીભદ્રજીને દીક્ષા આપ્યા પછી પ્રભુએ તેમને યોગ્ય સ્થવિરોને સોંપ્યા હતા. એ સ્થવિરોની આજ્ઞા એમને મન સર્વસ્વ હતું.
ધનદોલતને પણ રખેવાળાં જોઈતાં હોય તો પછી સંસારવાસનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org