________________
૨૨૨ ૨ાગ અને વિરાગ
પછાત નહોતી રહી ! વિલાસીઓની વિલાસભૂમિ સમી એ જ રાજગૃહીએ સંયમ અને આત્મસાધનાની તમન્નામાં મસ્ત થયેલા અનેક સાધુપુરુષો જગતને ભેટ આપ્યા હતા !
એવી ભોગ અને ત્યાગની જન્મભૂમિસમી નગરીની આ વાત
છે !
ભગવાન મહાવીરસ્વામીના ધર્મોપદેશે આખા મગધને ઘેલું બનાવ્યું હતું ! આત્મસિદ્ધિ સાધ્યા પછી સંસારને તારવા નીકળેલા એ મહાપ્રભુએ આખાય દેશને અજબ જાદુ કર્યું હતું ! જાણે કોઈ મહાવાવંટોળ જાગ્યો હોય એમ સૌનાં હૈયાં હચમચી ઊઠ્યાં હતાં, અને વિલાસ અને ભોગની લાગણીઓનાં વૃક્ષ ટપોટપ જમીનદોસ્ત થવા લાગ્યાં હતાં.
એ મહાપ્રભુના પગણે પગલે ત્યાગ અને વૈરાગનાં પૂર ઊમડતાં હતાં. એમના વચને વચને આત્મસાધનાની ભાવનાઓ જાગી ઊઠતી હતી ! કંઈક વિલાસી અને ભોગી આત્માઓને એમણે આત્મદર્શનના અભિલાષી બનાવ્યા હતા. એમની આત્મસિદ્ધિથી ખેંચાઈ કંઈક લક્ષ્મીનંદનો, રાજકુમારો, રાજરાણીઓ અને મહારાજાઓ ધનદોલત અને વૈભવનો ત્યાગ કરી ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા !
એ મહાપ્રભુના એક અદના સેવકની આ કથા છે !
ધત્રા-શાલીભદ્રના વૈભવની વાત આજે કહેવત જેવી થઈ પડી. છે ! વાતવાતમાં આપણે ધન્ના-શાલીભદ્રની દ્ધિ હજો'નું ઉચ્ચારણ કરીએ છીએ ! આ બે સંપત્તિસ્વામીઓના વૈભવવિલાસ અને અઢળક ધનસંપત્તિની વાતો સૌને મંત્રમુગ્ધ કરી દે એવી છે !
આજે રાજગૃહીમાં ઘરે ઘરે એક જ વાત ચર્ચાતી હતી. અજબ એ કોયડો હતો ! બહુ વિચિત્ર એ વાત હતી ! ન સમજાય એવી એ સમસ્યા હતી !
"
આવું તે કદી બને ખરું ?
સૌને મન એ જ પ્રશ્ન ઊઠતો હતો.
રાજગૃહીના મહાકુબેરસમા શાળીભદ્ર શેઠ અને મહાલક્ષ્મી
For Private & Personal Use Only
.
Jain Education International
www.jainelibrary.org