________________
ભિક્ષા D ૨૨૩ નંદનસમાં તેમના બનેવી ધન્નાશા શેઠ ! એમના ભોગ, વિલાસ અને વૈભવની તરેહ તરેહની વાતો લોકોમાં શતમુખે ગવાતી ! એમના વૈભવ-વિલાસ આગળ રાજામહારાજાઓના વૈભવો પણ ફીકા લેખાતા !
સાત માળની મેડી ઉપરથી નીચે ઊતરી જેણે કદી દુનિયાની શકલ-સૂરત પણ નહોતી જોઈ, રાજા શ્રેણિકને ઓળખવા જેટલી પણ જેને તમન્ના ન હતી, જે રાતદિવસ અપાર સુખમાં જ મગ્ન રહેતા હતા, જેની અતિ કોમળ કાયા ટાઢ-તડકાને પિછાનતી પણ ન હતી – આજે લોકો વાત કરતા હતા કે – એ બેય શ્રીમંત મહાનુભાવો પોતાની અપાર ધનદોલત અને વૈભવ-
વિલાસનો ત્યાગ કરીને ભગવાન મહાવીરના શ્રમણસંઘમાં દાખલ થવાના હતા. અપાર ધનવૈભવ એમને મન તણખલાના તોલે થઈ પડ્યો હતો.
સહજ રીતે ગળે ન ઊતરે એવી આ વાત હતી ! પણ ?
– પણ સ્વપ્નમાં પણ જેની કલ્પના ન આવી હોય તેવી વાત સાચી થતી ક્યાં નથી અનુભવાતી ?
આ વાત પણ એટલી જ સાચી હતી ! “પોતાના માથે પણ પોતાની પાસે જવાબ માગી શકે એવો શ્રેણિક જેવો સ્વામી હયાત છે, આટઆટલા અપાર ધન અને વૈભવ વચ્ચે પણ પોતે પોતાનો માલિક નથી.” – એ હકીકત શાળીભદ્રના આત્માને સખત ફટકો લગાવ્યો. અને એનો સૂતેલો આત્મા, સિંહની જેમ, જાગી ઊઠ્યો. પોતાની પરાધીનતાનું ભાન તેને અકળાવવા લાગ્યું. સ્વાધીનતા નહીં તો કશું જ નહીં ! એનું દિલ આ સ્વાધીનતાની શોધમાં સર્વસ્વ ફના કરવા તૈયાર થયું.
અને એક ધન્ય પળે તેમણે એ પરાધીનતાના અંચળાને ફગાવી દેવાનો નિશ્ચય પણ કર્યો ! જ્યાં જરાય પરાધીનપણું વેઠવું પડતું ન હોય એવી આત્મસાધનાના માર્ગે વિચરવાનો તેમણે સંકલ્પ કર્યો ! અને એ કમશ્ર આત્માને ધર્મશૂર થતાં જરાય વાર ન લાગી. તેમની સંસારી વાસનાઓ ઝાકળની જેમ અદૃશ્ય થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org