________________
૨૨૦ ઘેરાગ અને વિરાગ
66
હજીય પેલું “ હિસાબ કોડીનો, બક્ષિસ લાખની ” એ વાક્ય રમ્યા કરતું હતું – ફક્ત એનો અર્થ બદલાઈ ગયો હતો એટલું જ !
પહેલાં એનો અર્થ ગમે તે હોય, પણ આ નવા યુગમાં એનો નવો અર્થ જન્મ્યો હતો :
હિસાબની કિંમત કોડીની !
બક્ષિસની કિંમત લાખની !
મતલબ કે હિસાબ રાખે કે હિસાબ માગે એ કોડીનો લેખાતો; બક્ષિસ આપે કે બક્ષિસ લે એ લાખનો લેખાવા માંડ્યો હતો !
નવા યુગનો જાણે આ નવો જીવનમંત્ર શોધાયો હતો ! વાહ રે જમાનો !
અને આ નવી કોડી અને નવા લાખની વચ્ચે સમાજનાં કાયદો અને વ્યવસ્થા રાખ થઈ જતાં હતાં, ત્યારે પેલા સાંઈબાબાના દર્દભર્યા સ્વરો હજીય ક્યારેક હવામાં ગુંજી રહેતા કે
કૌડી કોડી માયા જોડી મૂરખ મન ભરમાયો, પ્યારે ! મૂરખ મન ભરમાયો!
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org