________________
હિસાબ કોડીનો! બક્ષિસ લાખની!] ૨૧૯ મુકાતાં. વ્યવહારને દીપાવવામાં પૈસાને પાણીના મૂલે વાપરવો એ તો મુકુંદરાયનું જ કામ !
એમનો વ્યવહાર ઈન્દ્રધનુષની જેમ રોજ નવનવા રંગે એવો તો ચમકતો, કે એમાં બીજા બધાયના રંગ ફીકા પડી જતા ! અને નાતના પટેલિયા એવા ઉદ્ધત થોડા જ હતા કે એમની સામે અવાજ કાઢે ?
- કોઈ પણ વેપારને કબજે કરીને લાખોના ખેલ ખેલવા એ તો મુકુંદરાયને મન રમતવાત હતી ! મોટી મોટી કંપનીઓનો વહીવટ કરવામાં એમણે ધનના મારા-તારાપણાનો ભેદભાવ ક્યારનોય ભૂંસી નાખ્યો હતો !
અને લાખ-બે લાખ રૂપિયાના ભોગે “દયાના સાગર” કહેવરાવીને દાનની સરિતા વહેવરાવ્યાનો યશ મેળવવો, એ એમને મન ચપટી વગાડવા જેવું સહેલું કામ હતું. એમની એ ઉદારતા જોઈને ભલી જનતા એમની વાહવાહ બોલાવતી. પણ એ ભોળી જનતાને એ વાતનું ભાન ન હતું કે એ ધન ક્યાંથી આવતું હતું ! સરિતાનાં નીર પી-પીને રાજી થતો દરિયો બિચારો ક્યાં સમજે છે, કે એ તો એના પોતાના દેહમાંથી જ ચોરેલાં નીર છે ! છતી આંખે જાણે બધા આંધળા બન્યા. હતા !
વખત એવો અજબ આવ્યો હતો કે શુક્લ પક્ષના ચંદ્રની જેમ શ્રીમંતોની શ્રીમંતાઈ રોજરોજ વધતી જતી હતી, અને છતાં દેશની ગરીબીનો છેડો આવતો ન હતો; ઊલટું ગરીબીનો રંગ વધુ ને વધુ ઘેરો બનતો જતો હતો. ક્યારેક કોઈ શાણાને થતું કે આ બધું કંઈક ઊંધે માપે અપાઈ રહ્યું છે, તો એને બોલવાને ક્યાંય સ્થાન ન હતું. અને કદાચ એ બોલવાની હિંમત કરે તો એને સાંભળનારા કાનનો આજે તોટો પડી ગયો હતો !
અને આમ ને આમ આ અદ્ભુત માયાજાળથી દુનિયાનાં દુઃખનો ડુંગર નિત નિત વધતો જતો હતો.
પણ પોતાનું પદ સલામત હોય તો મુકુંદરાય કે એમના જેવા બીજાઓને આવા ડુંગરની શી પડી હતી ? મુકુંદરાયના મનમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org