________________
૨૧D રાગ અને વિરાગ હતો; અને કેટલાંક માનવ-કલેવરોમાં તો જાણે વરુઓનો વાસ થઈ ગયો હતો ! એ વરુઓથી બીધેલાં ભોળાં નર-નારીઓ ચારેકોર જીવ લઈને નાસતાં હતાં. એમાં બાળકોય હતાં, ને વૃદ્ધોય હતાં; બીમારોય હતાં અને અપંગોય હતાં. જાણે જિજીવિષાનો મહાઝંઝાવાત કોઈને અહીં, તો કોઈને ત્યાં ફંગોળી રહ્યો હતો ! ને ત્યાં ખાવાનું ઠેકાણું હતું, ન પહેરવા-ઓઢવાનું સાધન હતું, રહેઠાણની તો વાત જ શું કરવી ? નરકની જીવતી યાતનાઓ જાણે પાતાળલોક તજીને મૃત્યુલોકમાં રમવા નીકળી પડી હતી !
શહેરો બધાં આવાં માનવકીટોથી ઊભરાઈ ગયાં હતાં. ઊંચી ઊંચી મહેલાતોની આડમાં, ઊંચા ઊંચા મંદિરો અને ધર્મસ્થાનોના પડછાયામાં, અરે, જ્યાં પાળેલાં પશુઓને પણ ન બાંધીએ એવી ગટરોથી ગંધાતી ફૂટપાયરીઓ ઉપર – જ્યાં જુઓ ત્યાં – આવી માનવજાત લોથપોથ હાલતમાં પોતાના લબાચા લઈને પથરાઈ પડી હતી ! મહેલોના માલિકોને, મંદિરોના ભક્તોને કે ધર્મસ્થાનોના ધર્મગુરુઓને માનવસમાજની આ બેહાલીની કશી જ પડી ન હતી !
અને ક્યારેક કોઈ ભલા માનવીનું હૃદય જાગી જતું તો એ, અનાસક્તભાવે, પોતાની જાતને નિરાળી માનીને, કોઈ વાર આવો હોબાળો જગાડનાર સરકારની નિંદા કરીને સંતોષ માનતો, તો ક્યારેક આવી અવ્યવસ્થા ઊભી કરનાર નિવાસિતોને દોષ આપીને પોતાની દાઝ ઠાલવતો. આમાં પોતાને પણ કંઈ કરવાપણું છે, એમ તો એને લાગતું જ નહીં. મુકુંદરાય પણ એવા અનાસક્ત માનવીઓમાંના જ એક હતા !
એ તો કહેતા કે કાયદો અને વ્યવસ્થા જાળવવા એ સરકારનું કામ છે. એ જાળવવાની ત્રેવડ નહોતી તો આ સ્વરાજ્ય લેવા અને કોણે બાંધી મારી હતી ? આ તો “વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય' જેવું જ થયું ! સ્વરાજ્ય લેતાં પહેલાં વિચાર ન કર્યો અને હવે પસ્તાવાનો વખત આવ્યો !
વળી, ક્યારેક જાણે સરકાર ઉપર કૃપા કરતા હોય એમ, એ વિચાર કરતા કે બિચારી સરકાર પણ આમાં શું કરે ? જ્યાં પ્રજા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org