Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૨ [રાગ અને વિરાગ હતો. શેઠની પાસે કોઈને સારો કરી દેખાડવો કે કોઈને નીચું જોવરાવવું એ એને મન રમતવાત હતી. શેઠની મહેરબાનીનું જાણે એને અજીર્ણ થયું હતું. પણ આખી દુનિયાનું પારખુ કરવાનો દાવો રાખતા રેવલાના સાચા દોકડા ન મૂકી શક્તા ! રેવલાને કોઈની ને કોઈની બનાવટ કર્યા વગર ન ચાલતું. જેના તરફ એની નજર વકરી એને કંઈક ને કંઈક તો નવાજૂની થઈ જ સમજો ! શેઠનો આ માનીતો સહુને આંખના કણાની જેમ અકારો લાગતો, પણ કોઈ એને તરછોડી ન શકતું – જાણે કોઈ રણયોદ્ધાના સંગ્રામરથની લગામ વાંદરાના હાથમાં જઈ પડી હતી ! | કિલ્લીદાર પ્રભુદાસને આજે કામનો પાર ન હતો. એને આજે લેણદારોને હિસાબનાં નાણાં ચૂકવવાનાં હતાં. કોઈ લાખ લેવા આવતું તો કોઈ હજાર, તો વળી કોઈ પાંચસો-સાતસો. વર્ષોના અનુભવી પ્રભુદાસે આજ સુધીમાં કરોડો રૂપિયા ચૂકવ્યા હતા, પણ કદી એક પાઈ પણ ખૂટ્યાનો ડાઘ એની આબરૂ ઉપર લાગ્યો ન હતો. શેઠને પણ એના ઉપર પૂરો ઇતબાર હતો. રેવલો શેઠની ખિદમતમાંથી નવરો પડ્યો એટલે એની નજર આજે પ્રભુદાસ ઉપર ઠરી. એ પાસે આવી અલકમલકની વાતો, અજબગજબ ચેનચાળા અને જાતજાતની બનાવટ કરવા લાગ્યો. પ્રભુદાસનું મન તો આજે પૈસા ચૂકવવામાં જ હતું – રખેને ચૂક થઈ જાય ! એને આજે રેવલો ઝેર જેવો થઈ પડ્યો ! પણ શેઠના માનીતાને જાકારો પણ કેમ કરી અપાય ? નોકરી તો કરવી જ હતી ને ! એક બાજુ રેવલાનો બકવાદ ચાલતો હતો; બીજી બાજુ પ્રભુદાસ નાણાં ચૂકવતો હતો. પતવણાનો સમય પૂરો થયો અને હિસાબ મેળવ્યો તો પ્રભુદાસનું મોં ઊતરી ગયું ઃ જિંદગીમાં કદી નહીં ને આજે આ શો ગજબ થયો ? સિલકમાં પૂરા સો રૂપિયા ઘટતા હતા ! હિસાબમાં કે સરવાળામાં પોતાની ભૂલ થતી હોય એમ માની એણે પોતાના સાથીદારને બોલાવ્યો. ફરી હિસાબ કર્યો. ફરી સરવાળા ગણ્યા. પણ લખવા કે ગણવામાં કશી ભૂલ જ ન થઈ હોય તે ક્યાંથી પકડાય ? રૂપિયા એકસો સિલકમાં પાકા ઘટ્યા ! પ્રભુદાસનો જીવ ઉદાસ બની ગયો : એક તો પૈસા ખોયા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266