________________
હિસાબ કોડીનો! બક્ષિસ લાખની ! [ ૨૧૧ પણ એ શબ્દો જાણે બહેરા કાને અથડાઈ પાછા પડ્યા ! મુકુંદરાયે સ્વસ્થપણે મક્કમ જવાબ આપ્યો : “ગોળ અને ખોળને ભેળસેળ કરવા એ જ બૈરાંઓનો સ્વભાવ ! એણે કામ કર્યું તો ક્યાં મફત કર્યું છે ? એના કામના આપણે એને ભારોભાર દામ આપ્યા જ છે. હવે ગુનો કર્યો તો એનું ફળ પણ એણે ઉપાડવું જ રહ્યું. સરકારના કાયદા અને વ્યવસ્થાતંત્રનું જતન કરવું એ પણ આપણી ફરજ છે, તે કેમ ભુલાય ? લખમણને કહો કે એ તૈયાર થાય.”
વાત ઉપર આખરી પડદો પડી ગયો. વણાબાઈની માયાળુ લાગણીઓ કે લખમણ પાસે લાડકોડમાં ઊછરેલાં બાળકોનાં કરુણાભર્યા ચહેરાઓ મુકુંદરાયના મનને તલભાર પણ ન ફેરવી શક્યાં !
પોલીસને હવાલે પડીને બિચારા ભલા લખમણનું શું થયું એ તો ભગવાન જાણે, પણ આજે પોતાના જ ઘરમાં સરકારના કાયદા અને વ્યવસ્થાતંત્રના નિયમોનો ભંગ થતો અટકી ગયો હતો, એ વાતનો મુકુંદરાયને ભારે સંતોષ હતો.
ધ પડી ગયો
ભય
, લખમણે
મુકુંદરાયનો વેપાર બહુ બહોળો હતો. દસ-બાર ગામોમાં તો એમની પોતાની જ પેઢીઓ ચાલતી, અને દેશ-પરદેશમાં બીજાઓની સાથે નાનીમોટી ભાગીદારીમાં કામ ચાલતું એ વધારામાં. “હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની’ એ વાતને એ વેપારનો જીવનમંત્ર સમજતા. એમની હિસાબની ચીકાશ તો દાખલારૂપ લેખાતી. “કાંકરે કાંકરે પાળ બંધાય” એ કહેવતની જેમ “પાઈએ પાઈએ લાખ રળાય” એ નવી કહેવત એમણે જોડી કાઢી હતી. અને એ કહેવતને સાચી પાડવા માટે કોડીએ કોડીનો હિસાબ કરવો જરૂરી છે, એમ તેઓ માનતા. હિસાબ મળતાં વાર લાગે તો કોઈને પણ ચોર માની લેતાં એ લગીરે ન ખમચાતા. પૈસાની વાતમાં એ આખી દુનિયાને ચોર માનીને જ ચાલતા !
મુકુંદરાયનો ખાનગી નોકર રેવલો ભારે બટકબોલો અને નફૂફટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org