________________
હિસાબ કોડીનો! બક્ષિસ લાખની ! ] ૨૦૯ વણહક્ક પાઈ પણ આપવી નહીં, એવી એમની નીતિ હતી. નોકરો સાથેનો એમનો વહેવાર ‘કામ તેના દામ’ જેવો ચોખ્ખોચટ હતો. કોઈનો પગાર બાકી રાખવો નહીં અને પગાર ચડ્યો ન હોય તો લાખ વાતે કોઈને પાઈ આપવી નહીં એ એમનો સિદ્ધાંત હતો.
લખમણના હાથે ઘરમાંથી પચાસેક રૂપિયા આઘાપાછા થવાની વાત આજે મુકુંદરાયના કાને પહોંચી ગઈ હતી. મૂળ મુદ્દો ચોરીનો હતો – પછી એ પચાસનો હોય કે પાંચસોનો, એ એમને મન સરખું હતું. “કામ તેના દામ' ની જેમ ગુનો તેવી સજા' એ એમનો બીજો નિયમ હતો. એટલે પછી વિશ્વાસુ લખમણે એ રૂપિયા ક્યારે ચોય, એને એ ચોરી શા માટે કરવી પડી, એ રૂપિયાનું એણે શું કર્યું વગેરે વાતની તપાસ કરવાની એમને જરૂર ન હતી.
સાચાબોલા લખમણથી ગુનાનો ઈનકાર ન થઈ શક્યો, એટલી વાત એમને માટે ગુનો તેવી સજા'ના નિયમનો અમલ કરવા માટે બસ હતી.
શેઠાણી વીણાબાઈ આ વાતનો અંજામ જાણતાં હતાં. પણ લખમણે જાતે જ ગુનો કબૂલ કર્યો – અને તે પણ મુકુંદરાયની રૂબરૂમાં કબૂલ કર્યો – એટલે એને પોતાના હાથ હેઠા પડ્યા લાગતા હતા. છતાં લખમણની સારમાણસાઈ એમના હૈયામાં એવી વસી ગઈ હતી, કે એ લખમણને ગુનેગાર ગણતાં જ ન હતાં. એમને તો એમ જ થતું કે કોઈ વાતે લખમણ શેઠના સપાટામાંથી બચી જાય. પણ... પણ... હવે એ બને શી રીતે ?
ઉદ્યાનની બહાર સાંઈબાબાના મીઠા બોલ ગુંજતા હતા ત્યારે મુકુંદરાય અને વીણાદેવી વચ્ચે લખમણ બાબત ધીમો ધીમો ગણગણાટ ચાલી રહ્યો હતો :
આમાં શું થઈ શકે ? જ્યાં કાયદો પોતાનું કામ કરતો હોય ત્યાં આપણાથી આડો હાથ કેમ કરી દઈ શકાય ? કાયદાને ભાંગીએ તો દુનિયાનો વહેવાર જ ભાંગી પડે !” મુકુંદરાય વીણાબાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org