________________
સતના રખેવાળ [ ૨૦૭ કામણ કર્યું હતું. મને થયું, મુંબઈમાં આવ્યો છું તો શેઠજીનાં દર્શન કરતો જાઉં. મકાન શોધીને હું એમને ત્યાં પહોંચ્યો. શેઠજી તો તે વખતે ન મળ્યા, પણ શેઠાણીજી સાદાં સફેદ વસ્ત્રો પહેરીને ચરખો કાંતતા બેઠાં હતાં !
હું તો વિચારમાં પડી ગયો કે આ તે સ્વપ્ન કે સત્ય ! ક્યાં હીર-ચીરનાં કીમતી વસ્ત્રો ને સોના-ઝવેરાતનાં અમૂલ્ય ઘરેણાં પહેરનારાં એ વખતનાં શેઠાણી અને ક્યાં અત્યારે સાદાં વસ્ત્રો પહેરીને રેંટિયો કાંતતાં આ શેઠાણીજી ! મારું અંતર ગદ્ગદ થઈ ગયું !
છેલ્લે ૧૯૩૧નો, શેઠના સમગ્ર ધર્મજીવનના સારરૂપ એક પ્રસંગ કહીને આ કથા પૂરી કરું.
નુકસાની એટલી મોટી હતી કે બધુંય આપી દેવા છતાં એનું તળિયું ઊણું ને ઊણું જ રહેતું.
‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ હજી પણ કેટલાંક ચાંદીનાં વાસણો અને કીમતી રાચ-રચીલાં બચી ગયાં હતાં.
લેણદારની ઉપાધિમાં જ એક વાર શેઠ આગ્રા આવ્યા હતા. એ દિવસમાં હું શેઠના જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે નોકરી કરતો હતો.
એક ભાઈએ આવીને શેઠને કહ્યું : “શેઠજી, આપના અમુક લેણદાર જમી લાવવાના છે એવી વાત સાંભળી છે. તો આ ચાદીના વાસણ અને બીજો કીમતી સમાન આઘોપાછો કરી નાખીએ તો ?”
શેઠે જરાય ખમચાયા વગર તરત જ જવાબ આપ્યો : “અરે ભાયા ! લેણદારનું લેણું તો ઘર અને માલ વેચીને, મહેનત અને નોકરી કરીને પણ, આપી દેવું જોઈએ. છો ને આવીને જે જોઈતું હોય એ ખુશીથી લઈ જતા – આપણો ભાર એટલો ઓછો ! આમાં અકળાવાની કે સામાન આઘોપાછો કરવાની કશી જરૂર નથી. કર્મમાં લખ્યું હોય એ થયા કરે, પણ આપણે આપણી બુદ્ધિને બગડવા ન દઈએ.”
જમી લાવવાની તો કોઈની જિગર ન ચાલી, પણ આ પ્રસંગે શેઠની સચ્ચાઈની, ન્યાય-નીતિ અને પ્રામાણિકતાની એક વધુ અગ્નિપરીક્ષા કરી બતાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org