________________
સતના રખેવાળ ૨૦૫ બના૨સ જવા માટે વિહાર કર્યો. પણ વચમાં જ, વિ. સં. ૧૯૭૮માં, મધ્ય પ્રદેશમાં શિવપુરી ગામમાં તેઓનો સ્વર્ગવાસ થયો, અને આદર્યાં અધૂરાં રહ્યાં જેવી સ્થિતિ થઈ ! છતાં લક્ષ્મીચંદ વેદે પોતાની ભાવના પૂરી કરી; અને પોતાના ગુરુદેવના વિદ્વાન શિષ્યો પાસે દેવમંદિરની પ્રતિષ્ઠા અને જ્ઞાનમંદિર (શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર)ની સ્થાપના કરાવી. એ ધર્મઉત્સવમાં શેઠે, આઠ દિવસમાં, વિ. સં. ૧૯૭૮ની સાલમાં, એક લાખ રૂપિયા જેટલું ખર્ચ કરીને પોતાની ઉદારતા ઉપર જાણે કળશ ચડાવ્યો. લક્ષ્મીચંદજી વેદની ધર્મભાવના અને ઉદારતાને સૌ અભિનંદી રહ્યા.
એ સમય જાણે શેઠની કીર્તિ અને સંપત્તિનો મધ્યાહ્ન બની રહ્યો.
*
ભાગ્યના વારાફેરાને પામવા મુશ્કેલ હોય છે. દિવસ પછી રાત એ તો દુનિયાનો ક્રમ છે. એકધારું સુખ કે કેવળ દુઃખ જ દુઃખ એ તો માત્ર કલ્પનાની વસ્તુ છે. પ્રકાશ-અંધકાર, સુખ-દુઃખ, ચડતી-પડતીની ફૂલગૂંથણીનું નામ જ સંસાર છે. અને એ બધામાં જે સુખને પચાવીને અભિમાનને નાથી જાણે અને દુઃખને બરખાસ્ત કરીને મનને ભાંગી પડતું રોકી જાણે, એ જીવનનો સાર પામી શકે.
લક્ષ્મીચંદ શેઠનો સંપત્તિ યોગ અંધકાર, પ્રકાશ અને વળી પાછો અંધકાર એવો હતો. જીવનની શરૂઆત ગરીબીથી થઈ; વચમાં અપાર અમીરી આવી ગઈ, પાછલી જિંદગીમાં સંપત્તિએ જાણે મોં ફેરવી લીધું ! અને છતાં મન તો સાગરની જેમ એવું ને એવું જ સ્વસ્થ અને મોટું રહ્યું. ન અતિ હરખાવાનું, ન અતિ વિલાવાનું !
સંપત્તિ આવી ત્યારે એવી આવી કે ન પૂછો વાત; અને જ્યારે એણે વિદાય લેવા માંડી ત્યારેય એટલી જ ઉતાવળી ! ભાગ્ય પલટાયું અને સટ્ટાના વેપારે યારી આપવી બંધ કરી.
અધૂરામાં પૂરું પેઢીનો વેપાર કાણી કોઠી જેવો થઈ ગયો ઃ ઘરનાં બધાંને સટ્ટો કરીને પૈસા કમાવાની ઘેલછા વળગી. આકડેથી મધ ઉતારી લેવાની ઇચ્છા કોને ન થાય ભલા ? પરિણામ એ આવ્યું કે વેપારમાં નફો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org