________________
૨૦૬ Dરાગ અને વિરાગ
થાય તો સૌ પોતે લઈ જાય, અને નુકસાન જાય તો એ પેઢીને માથે ! એ ભરપાઈ કરવાની જવાબદારી શેઠની ! ભાગ્ય ફર્યું અને ઘર ફૂટ્યું, પછી સંપત્તિ રોકી રોકાય કે સ્થિતિને વણસતી અટકાવી શકાય એવી સ્થિતિ ન રહી.
ધીમે ધીમે નુકસાની વધતી ગઈ અને સંપત્તિ ઘટતી ગઈ. અને એ નુકસાનીના કારમા જડબામાં મુંબઈના માળા અને આગરાની હવેલીઓ હોમાઈ ગયાં !
સને ૧૯૨૮ની સાલની વાત છે. શિવપુરીની પાઠશાળામાં મારો અભ્યાસ પૂરો થયો હતો અને સંસ્થાનો પહેલો પદવીદાન ઉત્સવ યોજાયો હતો. બહારગામથી અનેક મહેમાનો આવ્યા હતા. મુનિવરોનો આગ્રહ હતો એટલે, પૈસાની તંગી અને વૃદ્ધ ઉંમર હોવા છતાં, એક નોકરને લઈને શેઠજી ત્યાં આવ્યા હતા.
મહેમાનોને સારાં સારાં મકાનોમાં ઉતારા અપાયા હતા. પણ શેઠે તો આશ્રમની એક ઓરડીમાં જ ઊતરવાનું પસંદ કર્યું. આ વખતે મોટા જમણવાર યોજાયા હતા, પણ શેઠ તો નોકર પાસે જ શાક અને રોટલી કરાવીને જમી લેતા.
જે સંસ્થાને દાન આપ્યું એનો દાણોય કેમ ખવાય ? શેઠની બુદ્ધિ આટલી નિર્મળ, ધર્મમય અને જાગ્રત હતી. સંસ્થાના મકાનમાં રહેવામાંય એમને ભારે સંકોચ થતો. આવી નાણાંભીડ છતાં એ ઉત્સવ પ્રસંગે સંસ્થાને કંઈક ભેટ આપી ત્યારે જ એમને નિરાંત થઈ. રખેને ધર્માદાની વસ્તુનો ઉપયોગ કર્યાનું કોઈ ઋણ પોતાના ઉપર ચડી જાય !
સત્યનો દેવ પણ સતવાદીની કસોટી કરવા લાગે છે ત્યારે જાણે કશી મણા રાખતો નથી ! જેમની પાસે આગરામાં હવેલીઓ હારની હાર હતી અને મુંબઈમાં મોટા માળા હતા એમને રહેવાને એક નાનું સરખું મકાન પણ ન રહ્યું – ન આગરામાં, ન મુંબઈમાં ! છેવટે તો શેઠે • આગ્રા રહેવાનું બંધ કર્યું અને મુંબઈમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.
સને ૧૯૩૦ના ઑક્ટોબરમાં મારે મુંબઈ જવાનું થયું. મીઠાનો સત્યાગ્રહ ત્યારે આખા દેશમાં પૂરજોશમાં ચાલે. અને મુંબઈ તો એનું મોટું કેન્દ્ર હતું. પ્રજાના મન પર ગાંધીજીની ચરખા અને ખાદીની વાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org