________________
૨૦૪ ] રાગ અને વિરાગ એમના ભવ્ય જીવનની ભાગીરથી ધીર-ગંભીરપણે વહેતી રહેતી હતી.
લક્ષ્મીચંદજી શેઠને પોતાને ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ઉપર ખૂબ શ્રદ્ધા. ગુરુની આજ્ઞાનું તેઓ પૂર્ણ આસ્થાપૂર્વક પાલન કરવામાં ધન્યતા માને, અને મનની કે ઘરની ખાનગી વાત વિના સંકોચે કરવામાં રાહત અનુભવે.
ગુરુ પણ ભારે જાજરમાન અને વિદ્વાન સાધુપુરુષ. સમાજનાં સુખદુઃખને તેઓ પોતાનાં સુખદુઃખ માને, અને સમાજને સુખના અને ઉન્નતિના માર્ગે દોરવો એ પોતાનો ધર્મ સમજે. ઊંઘ અને આરામ તજીને એ ધર્મનું તેઓ બરાબર પાલન કરે.
આટલા સારુ જ એમણે જૈન વિદ્વાનો તૈયાર કરવા માટે કાશી જેટલી દૂરની મજલ પગપાળા ખેડીને ત્યાં એક નામાંકિત જૈન પાઠશાળા (શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા), છેક બંગભંગના સમયમાં, સ્થાપી હતી. એ બંધ પડતાં, એવા જ હેતુ માટે, એવી જ બીજી પાઠશાળા સ્થાપવાની મુંબઈમાં જૈન સંઘને પ્રેરણા આપી હતી અને શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામથી એ સંસ્થા વિ. સં. ૧૯૭૬માં મુંબઈમાં વિલપારમાં ચાલુ પણ કરવામાં આવી હતી.
એ પાઠશાળા માટે જ શેઠ લક્ષ્મીચંદ વેદ, આચાર્યશ્રીની પ્રેરણાથી, પચીસ હજાર રૂપિયા જેવી મોટી રકમની સખાવત કરી હતી. અને એ માટે આચાર્યશ્રીની અને શેઠની વચ્ચે ના-હા થઈ હતી.
ગુરની પ્રેરણાથી શેઠે આગરામાં એક સુંદર દેવમંદિર અને જ્ઞાનમંદિર તૈયાર કરાવ્યું. ઉદારદિલ આચાર્ય મહારાજે પોતાનાં હસ્તલિખિત અને છાપેલાં ૧૮-૨૦ હજાર બહુમૂલાં પુસ્તકોનો સંગ્રહ જ્ઞાનમંદિર માટે ભેટ આપ્યો હતો. શેઠની ભાવના પોતાના ગુરુદેવને હાથે એની પ્રતિષ્ઠા કરવાની હતી. સાથે સાથે એમણે એક વિશાળ ધર્મશાળા પણ બનાવી હતી.
આચાર્યશ્રીની ભાવના મુંબઈની સંસ્થાને કાશી લઈ જઈને ફરી ત્યાં જૈન વિદ્યાનું કેન્દ્ર ઊભું કરવાની હતી. એટલે એમણે, આગરા થઈ,
પ્રકાશક ભજઈમાં જૈન સંઘના જ હેતુ માટે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org